શોધખોળ કરો

Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી

Commonwealth Games 2026: નીરજ ચોપરાએ કોમનવેલ્થ ગેમ્સમાં લાંબા સમય બાદ વાપસી કરતા કમાલ કરી દીધો છે. નીરજ ચોપરાએ મેન્સ જેવલિન થ્રોના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 5મા સ્થાને ફિનિશ કરીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કોમનવેલ્થ: ભારતના નીરજ ચોપરા સહિત ત્રણ ફાઈનલમાં.
  • નીરજે 79.61 મીટર ભાલો ફેંકી પાંચમું સ્થાન મેળવ્યું.
  • રોહિત, યશ પણ ક્વોલિફાય, પાકિસ્તાની નદીમ પણ ફાઈનલમાં.

Commonwealth Games 2026:  કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે જેવલિન થ્રો તરફથી શાનદાર સમાચાર આવ્યા છે. લાંબા સમય બાદ કોમનવેલ્થ ગેમ્સમાં વાપસી કરી રહેલા સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ મેન્સ જેવલિન થ્રોની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત એ રહી કે નીરજ એકલા નહીં, પરંતુ ભારતના ત્રણેય જેવલિન થ્રોઅર ક્વોલિફિકેશનનો પડકાર પાર કરવામાં સફળ રહ્યા. રોહિત યાદવ અને યશ વીર સિંહે પણ દમદાર પ્રદર્શન કરતા ફાઈનલની ટિકિટ હાંસલ કરી. તો બીજી તરફ પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અર્શદ નદીમ પણ આગામી રાઉન્ડમાં પહોંચી ગયો છે. ખાસ વાત એ રહી કે નીરજ ક્વોલિફિકેશન રાઉન્ડમાં અર્શદ નદીમ કરતાં વધુ દૂર ભાલો ફેંકવામાં સફળ રહ્યો.

નીરજે પાર કર્યો 79 મીટરનો માર્ક

ગ્લાસગોમાં રમાયેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરાએ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયાસમાં 79.61 મીટર દૂર ભાલો ફેંક્યો. તે 84.00 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક સુધી તો ન પહોંચી શક્યો, પરંતુ બંને ક્વોલિફિકેશન ગ્રુપના કુલ પ્રદર્શનના આધારે તેઓ પાંચમા સ્થાને રહીને 12 ખેલાડીઓની ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. આ મુકાબલામાં હવામાન ખેલાડીઓ માટે મોટો પડકાર બન્યું. ગ્લાસગોની ઠંડી અને વાદળછાયા વાતાવરણના કારણે કોઈ પણ એથલીટ 84 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્કને સ્પર્શી શક્યો નહીં. આવી સ્થિતિમાં ફાઈનલિસ્ટનો નિર્ણય બંને ગ્રુપના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના આધારે કરવામાં આવ્યો.

આ પણ વાંચો...Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

ત્રણેય ભારતીય એથલીટે ફાઈનલમાં બનાવી જગ્યા

ભારત માટે સૌથી મોટી ખુશી એ રહી કે તેના ત્રણેય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચી ગયા. રોહિત યાદવે 78.37 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો કરીને નવમા સ્થાને રહીને ક્વોલિફાઈ કર્યું, જ્યારે યશ વીર સિંહે 78.36 મીટરના પ્રયાસ સાથે 10મું સ્થાન મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. આનાથી હવે ભારત પાસે મેડલ જીતવાના ત્રણ મજબૂત દાવેદાર હશે.

રૂમેશ થરંગાએ કર્યું ટોપ

ક્વોલિફિકેશન રાઉન્ડમાં શ્રીલંકાના રૂમેશ થરંગા પાથિરાજે સૌથી આગળ રહ્યો. તેમણે 82.84 મીટરનો થ્રો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. તો બીજી તરફ, પાકિસ્તાનના અર્શદ નદીમે શરૂઆતી પ્રયાસ બાદ અંતરમાં સુધારો ન કર્યો, પરંતુ 78.63 મીટર સાથે સાતમા સ્થાને રહીને ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. હવે સૌની નજર ફાઈનલ મુકાબલા પર હશે, જ્યાં નીરજ ચોપરા ફરી એકવાર મોટા મંચ પર ગોલ્ડ મેડલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતના ત્રણ ખેલાડીઓ ફાઈનલમાં પહોંચવાથી દેશની મેડલની આશાઓ પણ ઘણી વધી ગઈ છે.

Frequently Asked Questions

નીરજ ચોપરાએ કોમનવેલ્થ ગેમ્સ 2026ની જેવલિન થ્રો ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે?

હા, નીરજ ચોપરાએ મેન્સ જેવલિન થ્રોની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે ક્વોલિફિકેશનમાં 79.61 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના કેટલા ભાલા ફેંક ખેલાડીઓએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે?

ભારતના ત્રણેય જેવલિન થ્રોઅર – નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશ વીર સિંહે – ફાઇનલમાં જગ્યા બનાવી છે. આનાથી મેડલ જીતવાની આશાઓ વધી છે.

ક્વોલિફિકેશન રાઉન્ડમાં કોણ ટોચ પર રહ્યું અને ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક પાર થયો?

શ્રીલંકાના રૂમેશ થરંગા 82.84 મીટર થ્રો કરીને ટોચ પર રહ્યા. ગ્લાસગોના ઠંડા વાતાવરણને કારણે 84.00 મીટરનો ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક કોઈ પણ ખેલાડી પાર કરી શક્યો નહીં.

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Embed widget