મુનરોની આ ધમાકેદાર ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડ ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 243 રનનો વિશાળ સ્કૉર કરી શકી હતી. મુનરો ઉપરાંત માર્ટિંન ગુપ્ટિલે પણ 63 રનનું યોગદાન આપ્યું. આ બન્ને બેટ્સમેનોએ પહેલી વિકેટની મદદથી 136 રનની ભાગીદારી કરી હતી. આજની મેચમાં મુનરોનું અર્ધશતક 26 બૉલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી પુરુ કર્યું હતું.
2/8
આજની વેસ્ટ ઇન્ડિઝ સામેની સદી પહેલા મુનરો વર્ષ 2017માં ભારત સામે અણનમ 109 અને આ વર્ષે બાંગ્લાદેશ વિરુદ્ધ 101 રનની ઇનિંગ રમી ચૂક્યો છે. આજની T-20 મેચમાં મુનરોનું અર્ધશતક 26 બૉલ પર ત્રણ ચોગ્ગા અને ચાર છક્કાની મદદથી પુરુ થયું હતું.
3/8
4/8
5/8
6/8
વેસ્ટ ઇન્ડીઝ ટીમ માટે કાર્લૉસ બ્રેથવેટે બે વિકેટ મેળવી. નોંધનીય છે કે વર્ષ 2012માં T-20 ડેબ્યૂ કરનારા મુનરોએ પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.
7/8
મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટૉસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં મુનરોએ માત્ર 47 બૉલમાં સદી પુરી કરી અને 104 રન બનાવીને આઉટ થયો. મુનરોની આ ઇનિંગમાં 3 ચોગ્ગા અને 10 છક્કા સામેલ રહ્યાં.
8/8
માઉન્ટ માનગનઇઃ ન્યૂઝીલેન્ડના ડાબોડી બેસ્ટમેન કૉલિન મુનરોએ ઇતિહાસ રચતા T-20 (ઇન્ટરનેશનલ) ક્રિકેટમાં ત્રણ સદી ફટકારનારા પહેલા બેટ્સમેનનો શ્રેય મેળવ્યો છે. કિવી ઓપનર મુનરો ત્રણ T-20 સદી ફટકારનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે, આ રેકોર્ડ તેને માઉન્ટ મૉનગનઇમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી અને અંતિમ T-20માં નોંધાવ્યો હતો.