શોધખોળ કરો

પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર શું હવે ઈંગ્લેન્ડ તરફથી રમશે ? જાણો વિગતે

પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. માત્ર 27 વર્ષની વયે આમિરે ટેસ્ટ ક્રિકેટ છોડી દીધું છે. 36 ટેસ્ટમાં 119 વિકેટ ઝડપનારા આમિરના નામે ઘણા મોટા રેકોર્ડ પણ નોંધાયેલા છે. આમિર હવે પાકિસ્તાન માટે રમવા નથી માંગતો. તેણે બ્રિટનની નાગરિકતા માટે અરજી કરી છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. માત્ર 27 વર્ષની વયે આમિરે ટેસ્ટ ક્રિકેટ છોડી દીધું છે. 36 ટેસ્ટમાં 119 વિકેટ ઝડપનારા આમિરના નામે ઘણા મોટા રેકોર્ડ પણ નોંધાયેલા છે. સૌથી નાની વયે ટેસ્ટ ક્રિકેટમાં 51 વિકેટ ઝડપનારો તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર હતો. આ ઉપરાંત લોર્ડ્સ ટેસ્ટમાં એક ઈનિંગમાં પાકિસ્તાન તરફથી 6 વિકેટ લેવાનો રેકોર્ડ પણ આમિરના નામે નોંધાયેલો છે. પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર શું હવે ઈંગ્લેન્ડ તરફથી રમશે ? જાણો વિગતે આમિર હવે પાકિસ્તાન માટે રમવા નથી માંગતો. તેણે બ્રિટનની નાગરિકતા માટે અરજી કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમિર બ્રિટનમાં મકાન પણ ખરીદવાના છે જેથી ત્યાં સ્થાઈ થઈ શકે. આમિરે 2016માં બ્રિટિશ નાગરિક નરગિસ મલિક સાથે લગ્ન કર્યા હતા. પાકિસ્તાનના અખબાર ‘ધ ટ્રિબ્યૂન’ પ્રમાણે આમિરે સ્પાઉસ વિઝા(પત્નીની નાગરિકતાના આધારે મળનારા વિઝા) માટે અરજી કરી છે. શરૂઆતમાં આ 30 મહિના માટે જ મળતા હતા. ત્યારબાદ સંબંધિત વ્યક્તિ જો નક્કી કરેલા માપદંડોને પુરા કરે તો તેને કાયમી નાગરિકતા અને બ્રિટિશ પાસપોર્ટ પણ મળી શકે છે. સ્પાઉસ વિઝા મળ્યા બાદ આમિર બ્રિટેનમાં આજીવન કામ પણ કરી શકે છે. હાલ તેઓ લંડનમાં ઘર ખરીદવાના પ્રયાસોમાં છે. પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર શું હવે ઈંગ્લેન્ડ તરફથી રમશે ? જાણો વિગતે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આમિર સાથે પાકિસ્તાન માટે રમતા ઘણા ખેલાડીઓ આમિરના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસના સમાચારથી હેરાન નથી. જો કે, તેઓ આ જાણતા હતા કે ફાસ્ટ બોલર હવે ન તો પાકિસ્તાનમાં રહેવા માગે છે અને ન તો પાકિસ્તાન ટીમ માટે માગે છે. તે ઈંગ્લેન્ડ અને દુનિયાભરની T-20 લીગમાં રમવા માગતા હતા. પાકિસ્તાને આગામી સિરીઝ શ્રીલંકા વિરોધી UAEમાં રમવાની છે. ત્યાંની પીચ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ નથી. આમિરે આ સિરીઝ પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનનો આ સ્ટાર ક્રિકેટર શું હવે ઈંગ્લેન્ડ તરફથી રમશે ? જાણો વિગતે આમિર  બ્રિટિશ નાગરિકતા મામલે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.  સ્પોટ ફિક્સિંગ મામલામાં બ્રિટિશ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા હતા. આ મામલામાં તેઓ બ્રિટનની જેલમાં સજા પણ કાપી ચુક્યો છે. ગૃહ વિભાગ આ મામલામાં વાંધો ઉઠાવી શકે છે. સાથે જ એક પક્ષ એ પણ છે કે સજા કાપ્યા બાદ ઘણી વખત બ્રિટન જઈ ચુક્યો છે. સાથે જ તેમને કાઉન્ટી ક્રિકેટ પણ રમી છે. જો કે, એવી પણ શક્યતાઓ છે કે સારા વર્તનના કારણે ફિક્સિંગનો મામલો વચ્ચે ન પણ આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Embed widget