શોધખોળ કરો
Advertisement
આ ભારતીય ખેલાડી શૂન્ય પર આઉટ થવા પર ભડક્યા ફેન્સ, કહ્યું- વનડેમાં રમવા માટે લાયક જ નથી....
પંતના બેજવાબદાર વલણે કારણે ટીમને પણ નુકસાન થઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ રમાયેલ ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ફરી એક વખત શૂન્ય પર આઉટ થયા હતા. પંતે વિન્ડીઝ પ્રવાસ પર ટી20 અને વનડે સીરીઝમાં ક્રમશઃ 0, 4, 65, 20, 0 રન બનાવ્યા હતા.
પંતના બેજવાબદાર વલણે કારણે ટીમને પણ નુકસાન થઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્રીજી વનડેમાં પંત પ્રથમ બોલે જ મોટો શોટ રમવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પંતના બેજવાબદાર રીતે ખરાબ શોટના કારણે તેના વિરુદ્ધ ક્રિકેટ પ્રશંસકો ભડક્યા છે. સોશિયલ મીડિયા ઉપર પ્રશંસકો તેની બેટિંગ ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે. પ્રશંસકોએ કહ્યું છે કે પંત હજુ ઇન્ટરનેશનલ ક્રિકેટ ખાસ કરીને લિમિટેડ ઓવરના ફોર્મેટ માટે તૈયાર જ નથી.
તમને જણાવી દઈએ કે પંતને ટીમ ઇન્ડિયા સતત નંબર 4 ઉપર પંતને તક આપી રહી છે પરંતુ તે સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામે ટી 20 શ્રેણીની અંતિમ મેચમાં ફટકારેલી અડધી સદીને છોડી દેવામાં આવે તો પંતે નંબર 4 ઉપર નિરાશ જ કર્યા છે. પંતને જોઈને લાગે છે કે તેને પોતાની વિકેટની કિંમત નથી.
વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પણ પંતે સેટ થયા પછી ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પંતને જોઈને લાગે છે કે તેને ફક્ત એક સ્ટાઇલમાં બેટિંગ કરતા આવડે છે. તે શ્રેયસ ઐયરની જેમ સિંગલ ડબલ લઈને રમી શકતો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement