શોધખોળ કરો
Advertisement
છોકરીઓને ગંદા ગંદા મેસેજ મોકલતો હતો આ ક્રિકેટર, પકડાઇ ગયો તો રડવા લાગ્યો, પછી શું થયું...
છોકરીઓ સાથે વૉટ્સએપ ચેટિંગના કેટલાય સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા, આ કારણે બેટ્સમેન ઇમામ-ઉલ-હક વિવાદોમાં ફસાયો હતો
લાહોરઃ પાકિસ્તાની ટીમના ઓપનર બેટ્સમેન અને તાજેતરમાં જ વર્લ્ડકપ ટીમનો ભાગ રહેલા ઇમામ-ઉલ-હક પર કટેલીય છોકરીઓ સાથે સંબંધ હોવાનો આરોપ છે, રિપોર્ટ પ્રમાણે ક્રિકેટર કેટલીય છોકરીઓને વૉટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતો હતો, અને ગંદી વાતો કરતો હતો. આ કિસ્સાને લઇને પીસીબી પણ એક્શનમાં આવી ગયુ હતુ. હવે આ મામલે ઇમામ-ઉલ-હકે પીસીબી પાસે માફી માગી છે.
ઇમામ-ઉલ-હક મામલે પીસીબીએ આરોપોની તપાસ અને રિપોર્ટ કરવાના શરૂ કરી દીધા હતા. જ્યારે હકીકત અને મેસેજ બધાની વચ્ચે આવ્યા ત્યારે ઇમામ-ઉલ-હક રડી પડ્યો હતો અને હવે માફી પણ માંગી લીધી છે.
પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, છોકરીઓ સાથે વૉટ્સએપ ચેટિંગના કેટલાય સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા, આ કારણે બેટ્સમેન ઇમામ-ઉલ-હક વિવાદોમાં ફસાયો હતો. હવે આરોપોના વિતેલા છ મહિના દરમિયાન ઇમામ-ઉલ-હકે એક જ સમયમાં સાતથી આઠ છોકરીઓને ડેટ કરી અને તેમની સાથે છેતરપિંડી કરી હતી.
પીસીબીના એક અધિકારીએ જણાવ્યુ આ ઇમામ-ઉલ-હકનો વ્યક્તિગત મામલો છે, એટલે અમે તેને કારણ બતાવો નૉટિસ નહીં ફટકારીએ, પણ આરોપોની ખરાઇ નક્કી કરવા અમે વચગાળાની તપાસ કરીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement