શોધખોળ કરો

મોદી આજે સાંજે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોશે કે નહીં ? જાણો મોટા સમાચાર

 T20 વર્લ્ડકપમાં આજે ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે, ક્રિકેટ ચાહકો આ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

T20 WC 2021 IND vs PAK: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની આજે હાઇપ્રૉફાઇલ મેચ છે, વર્ષોથી કટ્ટર હરિફ એવા ભારત અને પાકિસ્તાનની  ક્રિકેટ ટીમો આમને સામને ટકરાશે. આજની મેચમાં વર્લ્ડકપ ફાઇનલ મેચથી પણ મોટી માનવામાં આવી રહી છે. ભારત અને પાકિસ્તાની બન્ને દેશોના ફેન્સ આજે આ મેચ પર નજર રાખશે. ત્યારે બધાની સવાલ છે કે શું ફરી એકવાર આ હાઇ ટેન્શન મેચનો લાભ પીએમ મોદી ઉઠાવશે, શું પીએમ મોદી આજની મેચ જોશે કે નહીં?

ભારત અને પાકિસ્તાન મેચને લઇને જબરદસ્ત જોશ અને ઉત્સાહ ખેલાડીઓની સાથે સાથે ફેન્સમાં પણ જોવા મળી રહ્યો છે. ત્યારે પીએમ મોદીનો આજનો પ્રોગ્રામ કંઇક આ પ્રકારે છે. આજે 23 ઓક્ટોબર 2021ના રોજ પીએમ મોદી સવારે ‘મન કી બાત’ના 82મી એપિસૉડને સંબોધિત કરશે, અને કેટલાક મુદ્દાઓ પર પોતાની વાત રાખી શકે છે. આ મુદ્દાઓમાં દેશના ખેલાડીઓનો પણ સમાવેશ થઇ શકે છે. ત્યારબાદ સાંજે મેચ દરમિયાન નરેન્દ્ર મોદીના કોઇ મોટા કાર્યક્રમ ન હોવાથી માની શકાય કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇપ્રૉફાઇલ મેચનો આનંદ ઉઠાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પીએમ મોદી ભારત અને પાકિસ્તાનની મેચનો આનંદ ઉઠાવતા દેખાઇ ચૂક્યા છે. એટલે માની શકાય કે આજની મેચ પણ પીએમ મોદી જોઇ શકે છે. 

મોદી આજે સાંજે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોશે કે નહીં ? જાણો મોટા સમાચાર

T20 WC, Ind vs Pak: ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો, ક્રિકેટ ચાહકોમાં મેચને લઈ રોમાંચ

Ind vs Pak T20 WC:  T20 વર્લ્ડકપમાં આજે ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે, ક્રિકેટ ચાહકો આ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાશ્મીર સરહદે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને પરપ્રાંતિય શ્રમિકોની હત્યા અને દેશના કેટલાક નેતાઓ અને નાગરિકોના વિરોધ તેમજ નારાજગી વચ્ચે આજે ટી-20 વર્લ્ડ કપની સૌથી રોમાંચક અને મેગા મુકાબલા સમાન મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. વિશ્વમાં જયાં જયાં ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો વસતા હશે ત્યાં અત્યારથી જ તેઓના દિલની ધડકન વધવાની શરૂ થઈ ચૂકી છે.

કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. ટોસ 7 કલાકે થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ પસંદ કરશે.

કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટના અધિકાર સ્ટાર નેટવર્કની પાસે છે.  ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1, સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી,  સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પૉર્ટ્સ 2 , સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી, અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. 

ચેનલ ન હોય તો ક્યાં જોઈ શકાશે લાઈવ ટેલિકાસ્ટ
ભારતમાં ક્રિકેટની દિવાનગીને ધ્યાનમાં રાખીને દૂરદર્શન અને આકાશવાણીથી લાઇવ મેચ, રેડિયો કોમેંટ્રી પ્રસારિ થશે. ડીડી ફ્રી ડિશ પરથી ભારતની તમામ મેચ, સેમિ ફાઈનલ અને ફાઈનલનું પ્રસારણ થશે.

પાકિસ્તાને ભારત સામેની ટીમ કરી જાહેર
બાબર આઝમ. આસિફ અલી, ફકર ઝમાન, હૈદર અલી, મોહમ્મદ રિઝવાન, ઈમાદ વસીમ, મોહમ્મદ હફીઝ, શબદ ખાન, શોએબ મલિક, હેરિસ રાઉફ, હસન અલી, શાહીન ખાન આફ્રિદી

ભારત સામે પાકિસ્તાનનો કેવો છે વર્લ્ડકપ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. ભારત અને પાકિસ્તાનન વચ્ચે અત્યાર સુધીમાં 50 અને 20 ઓવરના વર્લ્ડકપમાં મળીને 12 મુકાબલા રમાયા છે અને તમામ ભારતે જીત્યા છે. વન ડે વર્લ્ડકપમાં ભારત 7 અને ટી20 વર્લ્ડકપમાં 5 મેચ જીત્યું છે. પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.

ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર. આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
Embed widget