શોધખોળ કરો
ટીમ ઇન્ડિયાના નવા કોચ રવિ શાસ્ત્રીનો પગાર સાંભળીને ચોંકી જશો તમે, કોચિંગ સ્ટાફને પણ કરોડોનું પેકેજ
1/3

જ્યારે ઇન્ડિયા એ અને દેશની અંડર 19 ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડને તેના પ્રથમ વર્ષે BCCI તરફથી 4.5 કરોડ રૂપિયા અને બીજા વર્ષે 5 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું હતું. ટીમ ઇન્ડિયાના પૂર્વ બોલર ઝહીર ખાનને પણ ટીમ ઇન્ડિયાની સાથે સલાહકાર બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવાની વાત ચાલી રહી છે પરંતુ તેના પર અંતિમ નિર્ણય નથી થયો. સૂત્રો અનુસાર ઝહીર ખાનનો પાગર તેના ઉપલબ્ધતા પર આધાર રાખે છે. આ પહેલા ઝહીર ખાને 100 દિવસની સેવાઓ માટે 4 કરોડ રૂપિયાના પેકેજની માગ કરી હતી જે બોર્ડે ફગાવી દીધી હતી.
2/3

સૂત્રો અનુસાર કોચિંગ સ્ટાફના અન્ય સભ્ય એટલે કે બેટિંગ અને બોલિંગ કોચને પણ વાર્ષિક ધોરણે 2 કરોડ રૂપિયાથી વધારેનું પેકેજ નહીં મળશે, BCCI ટૂંકમાં જ બેટિંગ અને બોલિંગ કોચની નિમણૂક કરવા પર નિર્ણય કરશે. બેટિંગ કોચ તરીકે સંજય બાંગડ અને બોલિંગ કોચ તરીકે ભરત અરૂણનું નામ સૌથી આગળ છે.
Published at : 17 Jul 2017 07:25 AM (IST)
View More






















