શોધખોળ કરો
Advertisement
ઇંગ્લેન્ડની જીત બાદ ICCના નિયમ પર ભડક્યો રોહિત શર્મા, અડધી રાત્રે ટ્વીટ કરીને કહી આ વાત
વર્લ્ડકપમાં હાઇએસ્ટ સ્કૉરર રહેલા રોહિત શર્માએ મેચ પુરી થયા બાદ અડધી રાત્રે ટ્વીટ કરીને આઇસીસીના નિયમ સામે નારાજગી વ્યક્ત કરી હતી
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવીને ઇતિહાસમાં પહેલીવાર વર્લ્ડકપ ખિતાબ જીત્યો હતો. જોકે ખાસ વાત એ રહી કે મેચ ના તો ઇંગ્લેન્ડ જીત્યુ, ના તો ન્યૂઝીલેન્ડ. મેચ ટાઇ રહી, મેચની સુપર ઓવર પણ ટાઇ રહી અને છેવટે બાઉન્ડ્રી કાઉન્ટ કરીને ઇંગ્લિશ ટીમને વર્લ્ડકપ વિનર જાહેર કરવામાં આવી હતી. હવે આઇસીસીના આ નિયમ પર ભારતના દિગ્ગજ ઓપનર રોહિત શર્માએ સવાલ ઉઠાવ્યો છે, એક ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.
વર્લ્ડકપમાં હાઇએસ્ટ સ્કૉરર રહેલા રોહિત શર્માએ મેચ પુરી થયા બાદ અડધી રાત્રે ટ્વીટ કરીને આઇસીસીના નિયમ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
રોહિતે લખ્યુ કે, ''ક્રિકેટની અંદર કેટલાક નિયમો પર ગંભીરતાથી ચર્ચા કરવાની જરૂર છે.'' માની શકાય છે કે, રોહિત શર્માનુ આ ટ્વીટ આઇસીસી પર સીધા સવાલો ઉભા કરે છે.
Some rules in cricket definitely needs a serious look in.
— Rohit Sharma (@ImRo45) July 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement