શોધખોળ કરો
સચિન તેંદુલકરે ક્રિકેટ બેટ બનાવનારી ઓસ્ટ્રેલિયન કંપની પર ઠોક્યો 14 કરોડનો કેસ, જાણો વિગતે
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સચીનના નામે અનેક પ્રકારના રેકોર્ડ સ્થાપિત થયેલા છે. 24 વર્ષીય કારકિર્દીમાં 100 સદી અને 34000થી વધુ રન ફટાકરી ચૂક્યો છે

સિડનીઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરે ઓસ્ટ્રેલિયન બેટ નિર્માતા કંપની પર 2 મિલિયન ડૉલરથી વધારે (લગભગ 14 કરોડ રૂપિયા) ચૂકવણીનો દાવો કર્યો છે. સચીનનો આરોપ છે કે, આ કંપનીએ તેના તેના પ્રૉડક્શનના પ્રમૉશન માટે તેના નામ અને ફોટાઓનો ઉપયોગ કર્યો પણ તેની કિંમત તેની આપવામાં નથી આવી. સચીને તેંદુલકરે કહ્યું કે, સિડનીની સ્પાર્ટન સ્પોર્ટ્સ ઇન્ટરનેશનલે વર્ષ 2016માં પોતાના પ્રૉડક્શન અને ક્લૉધિંગ માટે તેના ફોટો, લૉગો અને પ્રમૉશનલ સેવાઓ માટે દર વર્ષ લગભગ 1 મિલિયન ડૉલર આપવાની મંજૂર કર્યા હતા.
સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર ફેડરલ કોર્ટે જમા કરવામાં આવેલા દસ્તાવેજોમાં સચીને જણાવ્યુ કે, 'સચીન બાય સ્પાર્ટન' રેન્જ માટે આ કરાર થયો હતો. સચીન આ પછી આ કંપની માટે લંડન અને મુંબઇમાં પ્રમૉશનલ ઇવેન્ટ્સમાં સામેલ થયા હતો. પણ સપ્ટેમ્બર 2018 સુધી સ્પાર્ટન તરફથી તેને એકપણ પૈસો આપવામાં આવ્યો નથી. સચીને પેમેન્ટ માટે ઓફિશિયલ અનુરોધ પણ કર્યો પણ કોઇ જવાબ મળ્યો નહીં, તેને કંપની સાથે કૉન્ટ્રાક્ટ ખતમ કરીને પોતાનો ફોટો અને નામના ઉપયોગ કરવાની ના પાડી દીધી. આ બધુ કર્યા બાદ પણ સ્પાર્ટન કંપની આમ કરતી રહી. હવે સચીને આ મામલે કોર્ટમાં કેસ કરીને દાવો કર્યો છે.
નોંધનીય છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સચીનના નામે અનેક પ્રકારના રેકોર્ડ સ્થાપિત થયેલા છે. 24 વર્ષીય કારકિર્દીમાં 100 સદી અને 34000થી વધુ રન ફટાકરી ચૂક્યો છે. તેને 2012માં ઓસ્ટ્રેલિયાના પ્રમુખ નાગરિક એવોર્ડમાંનો એક ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત કરવામાં પણ આવ્યો હતો.

વધુ વાંચો