સાયનાએ વધુમાં જણાવ્યું હતું કે, જો લોકો એ વિચારી રહ્યા છે કે, મારું કેરિયર ખતમ થઇ ચૂક્યું છે તો હું ખુશ છું. લોકો મારા માટે વિચાર કરે છે એ મારા માટે સરુ છે. મારા માટે સૌથી મોટી વાત મારું ધ્યાન રાખવાનું છે અને સ્વસ્થ થવું છે.
3/5
સાયના અનુસાર ઘણા લોક મારા કેરિયરને પૂરું થયેલુ માની રહ્યા હશે. અને માની રહ્યા હશે કે હું પરત નહી ફરી શકું. મારા મનમાં પણ ક્યારેક આ પ્રકારના વિચાર આવતા હતા. કે શક્ય છે કે મારું કેરિયાર ખતમ થઇ ગયું છે. આગળ કઇ પણ થઇ શકે છે જે હું અને તમે પણ નથી જાણતા.
4/5
રિયો ઓલિંપિકમાંથી ખાલી હાથ આવેલી સાયના ત્યાંથી પરત ફરતી વખતે ઘુંટણની સર્જરી કરાવી પડી હતી. અને ત્યારથી તે કોર્ટમાં નથી ઉતરી શકી, સાયના 15 નવેંબરથી શરૂ થઇ રહેલી ચીન ઓપન સુપર સીરિઝમાં કોર્ટમાં પરત ફરી શકે છે. તેનું કહેવું છે કે તે જીત હાર વિશે નથી વિચારતી.
5/5
નવી દિલ્લીઃ બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે બુધવારે કહ્યું હતું કે, શક્ય છે તેનું કેરિયર અનપેક્ષિત રીતે પૂરુ થઇ જાય. લંડન ઓલિંપિકમાં કાસ્ય પદ જીતનાર સાયના નહેવાલ હાલમાં જ ઘુટણનું ઓપરેશન કરાવ્યું છે. અને અત્યારે તે આરામ કરી રહી છે.