સેન્ટ મોરિત્ઝ્સ ક્રિકેટના લૉન્ચ કાર્યક્રમમાં હાજર રહેલા સેહવાગે કહ્યું કે, બરફમાં ક્રિકેટ રમવાની ઑફરને તેણે માત્ર બે મિનિટમાં સ્વીકારી લીધી. તેણે કહ્યું કે, ‘મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે, બરફમાં ક્રિકેટ રમવું શક્ય છે પણ હવે એવું થઈ રહ્યું છે. હું આનો અનુભવ કરવા માગું છું. અહીં રમવું ખૂબ જ પડકારભર્યું રહેશે.’
2/3
આગામી આઠ અને નવ ફેબ્રુઆરીએ અહીં બે ટી20 મેચ રમાશે જેમાં સેહવાગ અને શોએબ ઉપરાંત મોહમ્મદ કૈફ, મહેલા જયવર્દને, લસિથ મલિંગા, માઈકલ હસી, ગ્રીમ સ્મિથ, જેક કાલિસ, ડેનિયલ વિટ્ટોરી, નાથન મેક્કુલમ, ગ્રાન્ટ ઈલિયોટ્ટ, મોન્ટી પાનેસર અને ઔવેશ શાહ રમશે.
3/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તર વચ્ચે ફરી એકવાર જંગ જોવા મળશે. જોકે આ જંગ ક્રિકેટ મેદાન પર નહીં પરંતુ આઈસ ક્રિકેટમાં જોવા મળશે. સેહવાગ અને શોએબ સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મેરિટ્ઝમાં બરફના તળાવ પર એલ્પ્સ પર્વત પર આમને-સામને જોવા મળશે. સેન્ટ મોરિત્ઝમાં 1988માં ફ્રેન્ડલી મેચ રમાઈ હતી પણ પહેલીવાર આવા મહાન ક્રિકેટર્સ અહીં રમવા માટે જઈ રહ્યાં છે.