શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડિઝના કયા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્મિથનો જોરદાર કેચ પકડ્યો, જુઓ વીડિયો
45મી ઓવરના બીજા બોલ પર સ્મિથનો કેચ કોટરેલે બાઉન્ડ્રી પર ઝડપી પાડ્યો હતો. સ્મિથે બેક્વર્ડ સ્ક્વાયર લેગ સાઈડમાં શોટ ફટકાર્યો હતો જેને દોડીને એક હાથે કોટરેલે કેચ કરી સ્મિથને આઉટ કર્યો હતો.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ની 10મી મેચ નોટિંઘમમાં વેસ્ટઈન્ડીઝ સામે ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે ટીમ વતી સારું પ્રદર્શન કર્યું હતું અને પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્મિથનો કેચ ઓશાને થોમસના બોલ પર શેલ્ડન કોટરેલે બાઉન્ડ્રી પર ઝડપી પાડ્યો હતો. આ કેચને ટુર્નામેન્ટનો અત્યાર સુધીનો સૌથી શાનદાર કેચ ગણવામાં આવી રહ્યો છે.
એક સમયે ઓસ્ટ્રેલિયાની 79 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી પરંતુ સ્મિથે જોરદાર બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાના 200 રનની પાર પહોંચાડી હતી. ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરેલો સ્મિથ 249 રનના સ્કોર પર 7મી વિકેટ પડી હતી.
45મી ઓવરના બીજા બોલ પર સ્મિથનો કેચ કોટરેલે બાઉન્ડ્રી પર ઝડપી પાડ્યો હતો. સ્મિથે બેક્વર્ડ સ્ક્વાયર લેગ સાઈડમાં શોટ ફટકાર્યો હતો જેને દોડીને એક હાથે કોટરેલે કેચ કરી સ્મિથને આઉટ કર્યો હતો. આ કેચ પકડતાની સાથે પેવેલિયનમાં બૂમાબૂમ થઈ ગઈ હતી.Sheldon Cottrell, we salute you! Is this the best catch of #CWC19 so far?https://t.co/yZopBE5vAh
— Cricket World Cup (@cricketworldcup) June 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement