શોધખોળ કરો

ભારત માટે ખરાબ સમાચાર આ સ્ટાર બેટ્સમેન ત્રણ અઠવાડિયા સુધી નહીં રમી શકે

ધવનની ઇજાના કારણે ઓપનિંગમાં કે એલ રાહુલ આવી શકે છે, અને નંબર ચારની પૉઝિશન માટે દિનેશ કાર્તિકને ચાન્સ મળી શકે છે

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં બીજી જ મેચમાં સદી ફટકારનારો બેટ્સમેન શિખર ધવન હવે આગામી મેચોમાં નહીં રમી શકે. ટીમ ઇન્ડિયાને ટૂર્નામેન્ટમાં મોટી આશાઓ હતી, જોકે હવે વિસ્ફોટક બેટ્સમેન ગબ્બરની ગેરહાજરીથી નુકશાન પહોંચી શકે છે. શિખર ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠા પર ઇજા થતાં ત્રણ અઠવાડિયા માટે ટીમ ઇન્ડિયામાંથી બહાર કરાયો છે. ધવન ત્રણ વીક સુધી નહીં રમી શકે. એટલે કે 13 જૂને ન્યૂઝીલેન્ડ અને 16 જૂને પાકિસ્તાન સામે રમાનારી બે મોટી મેચો પહેલો ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારત માટે ખરાબ સમાચાર આ સ્ટાર બેટ્સમેન ત્રણ અઠવાડિયા સુધી નહીં રમી શકે ઓસ્ટ્રેલિયા સામે દમદાર 109 બૉલમાં 117 રનની ઇનિંગ રમનારા શિખર ધવનને બેટિંગ દરમિયાન અંગૂઠા પર બૉલ વાગતા ઇજા થઇ હતી, જેના કારણે મેચ દરમિયાન ફિલ્ડીંગમાં પણ ન હતો આવી શક્યો. ધવનને નાથન કુલ્ટર નાઇલનો એક બૉલ વાગતા હાથના અંગૂઠા પર ઇજા થઇ હતી, જેના કારણે તે ફિલ્ડીંગ ન હતી કરી શક્યો. ફિઝીયો પેટ્રિક ફરહાર્ટે કહ્યું કે, હાલ ઇજા ગંભીર નથી, પણ ફિલ્ડીંગમાં આવવુ શક્ય નથી. આ કારણે ધવનની જગ્યાએ રવિન્દ્ર જાડેજા ફિલ્ડીંગ કરવા મેદાને ઉતર્યો હતો. ભારત માટે ખરાબ સમાચાર આ સ્ટાર બેટ્સમેન ત્રણ અઠવાડિયા સુધી નહીં રમી શકે ધવનની ઇજાના કારણે ઓપનિંગમાં કે એલ રાહુલ આવી શકે છે, અને નંબર ચારની પૉઝિશન માટે દિનેશ કાર્તિકને ચાન્સ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, જો ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચે છે તો શિખર ધવનને છેલ્લી ચાર મેચો, એટલે કે બાંગ્લાદેશ, શ્રીલંકા, સેમિ ફાઇનલ અને ફાઇનલ રમવા મળી શકે છે.

ટોપ સ્ટોરી

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget