શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શોએબ અખ્તરે કયા બેટ્સમેનને કહ્યું કે જો મારી સામે રમ્યો હોય તો 3-4 બૉલ સીધા મોં પર મારતો....
શોએબ અખ્તરે અંતે સ્ટીવ સ્મિથની બેટિંગની પ્રસંશા કરતા કહ્યું કે તે એક મહાન બેટ્સમેન છે, અને મારી શુભેચ્છા છે કે તે હજુ પણ સારી રીતે આગળ વધે
ઇસ્લામાબાદઃ તાજેતરમાં જ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી20માં પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયન ટીમ માત આપી, મેચમાં સૌથી બેસ્ટ ઇનિંગ સ્ટીવ સ્મિથની રહી, સ્મિથિ 51 બૉલમાં ધમાકેદાર ઇનિંગ રમતા 80 રન ફટકાર્યા, અને ટીમને જીતાડી દીધી હતી.
મેચમાં સ્મિથને આઉટ કરવા માટે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે દરેક હથકંડા અજમાવ્યા પરંતુ તે સફળ રહ્યો નહીં અને અંતે મેચા હારી ગયો હતો. 30 વર્ષીય સ્ટીવ સ્મિથની ઇનિંગ જોઇને હવે પૂર્વ પાકિસ્તાની બૉલર અને રાવલપિંડી એક્સપ્રેસ તરીક જાણીતા શોએબ અખ્તરે મોટુ નિવેદન આપ્યુ છે.
શોએબ અખ્તરે આ અંગે વાત કરતાં કહ્યું કે જો સ્ટીવ સ્મિથ અમારા જમાનામાં ક્રિકેટ રમતો હોય, અને મારી સામે બેટિંગ કરતો હોય તો હું તેને જરૂર રોકી શકતો.
પોતાની ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર શોએબ અખ્તરે કહ્યું કે, જો હું બૉલિંગ કરતો હોય અને સ્મિથ રમતો હોય, તો હું તેને બે-ત્રણ બૉલ સીધા મોં પર ફેંકતો, હું તેને મોં પર બૉલ મારીને ઇજાગ્રસ્ત કરવાની કોશિશ કરતો. જોકે, શોએબ અખ્તરે કહ્યું કે સ્મિથ પ્રતિભાશાળી બેટ્સમેન છે, તેની પાસે સારી ટેકનિક છે. એટલે આમ કરવુ પણ મુશ્કેલ બની જતુ.
શોએબ અખ્તરે અંતે સ્ટીવ સ્મિથની બેટિંગની પ્રસંશા કરતા કહ્યું કે તે એક મહાન બેટ્સમેન છે, અને મારી શુભેચ્છા છે કે તે હજુ પણ સારી રીતે આગળ વધે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion