માઉન્ટ માઉૉન્ગાનૂઇઃ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ગ્રુપ એની પહેલી મેચમાં એક આશ્ચર્યજનક રીતે આઉટ થવાની ઘટના સામે આવી છે. જોકે, આ ડિસીઝનને લઇને વિવાદ થવાના પણ સંકેત મળી રહ્યાં છે. વેસ્ટઇન્ડિઝ અને આફ્રિકાની મેચમાં ઇનિંગની 17મી ઓવરમાં જિવેશન પિલ્લઇને એમ્પાયરે ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડના કારણએ આઉટ જાહેર કર્યો.
2/6
આ મેચમાં વેસ્ટઇન્ડિઝની ટીમે ટૉસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો, પણ સાઉથ આફ્રિકાના બેટ્સમેન જિવેશન પિલ્લઇ અને બ્રિટઝ્કીએ ટીમને 56 રનોની ભાગીદારી કરી એક સારી શરૂઆત અપાવી હતી, ત્યારબાદ બ્રિટઝ્કી, હોએટના બૉલ પર 18 રન બનાવીને કૉટ એન્ડ બૉલ થઇ ગયો હતો.
3/6
ત્યાબાદ આર વેન ટેન્ડર પણ શૂન્ય રને રનઆઉટ થઇ ગયો અને ટીમને બે શરૂઆતી ઝટકા લાગ્યા હતો. શરૂઆતી વિકેટોના પતન બાદ પિલ્લઇ એક છેડે સંભાળીને બેટિંગ કરી રહ્યો હતો.
4/6
પણ ઇનિંગની 17મી ઓવરમાં ચૌથા બૉલ પર બન્યુ એવું કે જેની કલ્પના પણ કદાચ કોઇએ નહીં કરી હોય. હોએટેના બૉલ પર પિલ્લઇએ એક શૉટ મારવાની કોશિશ કરી પણ બેટની ધારને અડીને બૉલ પિલ્લઇના પેડ સાથે ટકરાઇને સ્ટમ્સ પાસે જવા લાગ્યો. ત્યારે પિલ્લઇએ બેટથી તેને જમીન પર જ રોકી દીધો. બૉલ રોકાયા બાદ પિલ્લાઇએ તેને હાથથી ઉઠાવીને વિકેટકિપરને આપ્યો. બસ પિલ્લઇની આ મોટી ભૂલ થઇ ગઇ અને એમ્પાયરે તેને આઉટ જાહેર કરી દીધો હતો.
5/6
6/6
જોકે, બાદમાં મેચ રિપ્લેમાં સ્પષ્ટપણે જોઇ શકાતું હતું કે એવું કંઇજ ન હોતું થયું. અને બેટ્સમેને બૉલ રોકાયા બાદ હાથથી ઉઠાવીને વિકેટકિપરનો આપ્યો હતો. પણ નિયમ અનુસાર તેને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.