શોધખોળ કરો
વર્લ્ડકપ મેચમાં સાવ નગ્નાવસ્થામાં મેદાન પર દોડી આવેલા યુવકે પાંચ મિનિટ લગી સિક્યૂરિટીને દોડાવી, મેચ રોકવી પડી
નગ્ન ફેન્સે સૌ પ્રથમ પીચ પર કુદકા માર્યા, ડાન્સ કર્યો, અને બાદમાં સિક્યૂરિટી તેને પકડવા ગઇ તો તેમને આખા ગ્રાઉન્ડમાં દોડાવી હતી

નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ઘૂસણખોરી થઇ ગઇ જેના કારણે મેચ પાંચ મિનીટ સુધી રોકવી પડી હતી. ચેસ્ટર લી સ્ટ્રીટના રિવસસાઇડ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચ દરમિયાન એક સ્ટ્રીકર (નગ્ન) વ્યક્તિ ન્યૂઝીલેન્ડની બેટિંગ વખતે પિચ પર આવી ગયો હતો. જોકે, બાદમાં સિક્યૂરિટીએ મહામહેનતે તેને બહાર કર્યો હતો. ઘટના મેચનીને 34મી ઓવરમાં ઘટી, આ સમયે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટૉમ લાથમ અને મિશેલ સેન્ટનર ક્રિઝ પર હતા. નગ્ન ફેન્સનો વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તેની હરકતો સ્પષ્ટ દેખાઇ રહી છે. વીડિયો મુજબ, નગ્ન ફેન્સે સૌ પ્રથમ પીચ પર કુદકા માર્યા, ડાન્સ કર્યો, અને બાદમાં સિક્યૂરિટી તેને પકડવા ગઇ તો તેમને આખા ગ્રાઉન્ડમાં દોડાવી હતી.
વધુ વાંચો























