શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર મનિષ પાંડે સાથે નવી ઈનિંગ શરૂ કરનાર અભિનેત્રી કોણ છે? જાણો વિગત
સોમવારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન મનીષ પાંડે દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યાં હતાં.
મુંબઈ: સોમવારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન મનીષ પાંડે દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યાં હતાં. આ બંન્નેએ ખૂબ જ સાદા સમારોહમાં સાત ફેરા લીધા હતાં. આ પ્રસંગે તેમના નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યાં હતા. મનીષ પાંડે તેના ઈન્સ્ટાગ્રામ પર નવપરિણીત યુગલની એક તસવીર પોસ્ટ કરી છે. મંગળવારે મનીષ પાંડેનું રિસેપ્શન યોજાશે. જેમાં અનેક ક્રિકેટરો સામેલ થવાની શક્યતા છે.
ભારતીય ક્રિકેટર મનીષ પાંડે સોમવારે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેએ સાઉથ ઈન્ડિયન અભિનેત્રી અશ્રિતા શેટ્ટીને પોતાની જીવનસાથી પસંદ કરી છે. મનીષ પાંડેએ ડિસેમ્બરમાં પોતાના લગ્નનું શિડ્યૂલ એટલા માટે રાખ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ બંન્નેના લગ્નમાં હાજરી આપી હતી.
અશ્રિતા શેટ્ટી સાઉથ ઈન્ડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ નામ છે. ઈન્દ્રજીત અને ઉદ્યમ એનએચ 4 ફિલ્મોમાં અને શોમાં કામ કરી ચૂકી છે. મનિષ પાંડે અને અશ્રિતા વચ્ચે રિલેશનશીપ હતાં જોકે હવે બન્નેએ સત્તાવાર રીતે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે.
અશ્રિતા શેટ્ટી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે. 26 વર્ષીય અશ્રિતા સાઉથની મોટી ફિલ્મ Indrajith, Oru Kanniyum Moonu Kalavaanikalum અને Udhayam NH4માં નજરે પડી ચુકી છે. અશ્રિતા શેટ્ટી R. Panneerselvamના ડિરેક્શનમાં બનનારી એક ફિલ્મમાં જોવા મળી શકે છે.
મનિષ અને અશ્રિતા બંને ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ તસવીરમાં મનીષ પાંડેએ શેરવાની પહેરી છે જ્યારે દુલ્હન અશ્રીતા સિલ્ક સાડીમાં જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement