શોધખોળ કરો
Advertisement
IND vs South Africa Test: ચાહકે મેદાનમાં ઘૂસીને ટીમ ઈન્ડિયા કયા સ્ટાર બેટ્સમેનને નીચે પાડી દીધો? નામ જાણીને ચોંકી જશો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન એક દર્શક સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં ઘૂસી ગયો હતો. આ યુવક ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને મળવા પહોંચ્યો હતો.
નવી દિલ્હી: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પુણેમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન સુરક્ષા ક્વચ તોડીને એક ચાહક મેદાનમાં ઘૂસી આવ્યો હતો. સુરક્ષા તોડીને આ યુવક સીધો રોહિત શર્માની નજીક પહોંચી ગયો હતો. રોહિત તે સમય સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન એક દર્શક સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં ઘૂસી ગયો હતો. આ યુવક ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને મળવા પહોંચ્યો હતો.
જ્યારે રોહિત સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે આ યુવક મેદાનમાં દોડી આવ્યો હતો અને સીધો રોહિત પાસે પહોંચી ગયો હતો ત્યાર બાદ પગે લાગવાની કોશિશ કરી રહ્યો હતો.
રોહિત શર્મા આ માટે તૈયાર નહોતો અને ઘટના દરમિયાન બચતાં તે પડી ગયો હતો. આ દ્રશ્ય જોઈ નજીક ઉભેલો અજિંક્ય રહાણે હસવા લાગ્યો હતો. તેની સાથે અન્ય ખેલાડી અને દર્શક પણ હસવા લાગ્યા હતાં.
અંતે સુરક્ષા ગાર્ડે તે યુવકને પકડી મેદાનની બહાર લઈ જવાયો હતો. આ ઘટનાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement