શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે કર્યો ખુલાસો, કહ્યું- સંઘર્ષના દિવસોમાં ત્રણ વખત આત્મહત્યાનો કર્યો હતો વિચાર

શમીએ કહ્યું, 2015ના વર્લ્ડકપમાં ઈજાગ્રસ્ત થયા બાદ મને વાપસી કરતાં 18 મહિના લાગ્યા હતા અને તે મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તેના સંઘર્ષના દિવસોને લઈ સૌથી મોટો ખુલાસો કર્યો છે. શમીએ કહ્યું કે 2015ના વર્લ્ડકપ બાદ જ્યારે ઈજામાંથી વાપસી કરી રહ્યો હતો ત્યારે ત્રણ વખત આત્મહત્યા કરવાનું વિચાર્યુ હતું. શમીએ ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા સાથે વાત કરતાં આમ કહ્યું હતું. શમીએ કહ્યું, 2015ના વર્લ્ડકપમાં ઈજાગ્રસ્ત થયા બાદ મને વાપસી કરતાં 18 મહિના લાગ્યા હતા અને તે મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. તમે જાણો છે રિહેબ કેટલું મુશ્કેલ હોય છે અને તે બાદ પારિવારિક સમસ્યાઓ. આ બધુ ચાલી રહ્યું તે દરમિયાન આઈપીએલના 10-12 દિવસ પહેલા મારું એક્સિડેન્ટ થયું હતું. મારા અંગત જીવનને લઈ મીડિયામાં અનેક વાતો થતી હતી. જે બાદ તેણે કહ્યું, જો મને મારા પરિવારનો સાથ ન મળ્યો હોત તો હું ક્રિકેટ છોડી દેત. મેં ત્રણ વખત આત્મહત્યાનો વિચાર કર્યો હતો. મારા પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિ મારી પર નજર રાખવા મારી પાસે બેસતા હતા. મારું ઘર 24માં ફ્લોર પર હતું અને તેમને લાગતું હતું કે હું એપાર્ટમેન્ટમાંથી કૂદી જઈશ. પરંતુ મારો પરિવાર મારો સાથે હતો અને તેનાથી સૌથી મોટી તાકાત કોઈ ન હોઈ શકે. મારા પરિવારે મને કહ્યું, દરેક સમસ્યાનું સમાધાન હોય છે અને માત્ર તારી રમત પર ધ્યાન આપ. જે ચીજમાં તું શ્રેષ્ઠ છે તેમાં ખોવાઈ જા. બાદમાં મેં નેટમાં બોલિંગ શરૂ કરી, પરંતુ હું દબાણમાં હતો. અભ્યાસના સમયે હુ દુઃખી થઈ જતો અને મારો પરિવાર મને કહેતો હતો કે એકાગ્રતા જાળવી રાખ. મારો ભાઈ મારી સાથે હતો. મારા મિત્રો મારી સાથે હતા અને જો તે લોકો ન હોત તો હું કઈંક અજુગતુ પગલું ભરી બેસત જે ક્યારેય નહીં ભૂલી શકું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget