શોધખોળ કરો
Advertisement
આ ફેમસ મોડલ સાથે ક્રિકેટર હાર્દિક પંડ્યાનું અફેર હોવાની ચર્ચા? મોડલનું નામ સાંભળીને ચોંકી જશો
હાર્દિક ‘નચ બલિયે 9’ની સ્પર્ધક નતાશા સ્ટાનકોવિકને ડેટ કરી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ નતાશાની મુલાકાત પોતાના પરિવાર સાથે કરાવી છે
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યા એક મહિનાથી ક્રિકેટથી દૂર જોવા મળી રહ્યો છે. જોકે આગામી મહિને દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટી-20 મેચ માટે તેની પસંદગી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં જ હાર્દિ પંડ્યા ‘લેક્મે ફેશન વીક 2019’માં અભિનેત્રી લિસા હેડન સાથે રેમ્પ પર જોવા મળ્યો હતો. તે સમયે એવા સમાચાર આવ્યા હતાં કે, હાર્દિક ‘નચ બલિયે 9’ની સ્પર્ધક નતાશા સ્ટાનકોવિકને ડેટ કરી રહ્યો છે.
‘નચ બલિયે’ એક સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો છે જેમાં નતાશા ભાગ લઈ રહી છે. હાર્દિક પંડ્યાનું નામ આ પહેલા પણ અનેક અભિનેત્રી સાથે જોડાઈ ચુક્યું છે. એક ખાનગી ન્યુઝ પોર્ટલ પ્રમાણે, હાર્દિક પંડ્યાએ નતાશાની મુલાકાત પોતાના પરિવાર સાથે કરાવી છે.
મુંબઈમાં બાન્દ્રામાં યોજાયેલી એક પાર્ટીમાં હાર્દિક પંડ્યા અને નતાશા એકસાઝે જોવા મળ્યાં હતાં. આ પાર્ટીમાં હાર્દિકનો પરિવાર પણ હાજર હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે હાર્દિકે પોતાના મોટાભાઈ કૃણાલ અને તેની પત્ની પંખુડી સાથે પણ નતાશાની મુલાકાત કરાવી હતી. નતાશાને લઈને હાર્દિક ખૂબ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement