શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહેન્દ્ર સિંહ ધોની આર્મિ ટ્રેનિંગમાંથી આવ્યા બાદ હાલ કયું કામ કરે છે? જાણો વિગત
આર્મી સાથે ટ્રેનિંગ લઈને પરત આવેલ ધોનીએ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. સેના સાથે ટ્રેનિંગ બાદ તેનો પહેલો લૂક સામે આવ્યો છે. ધોનીની હેર સ્ટાઈલની તસવીર સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ સપના ભવનાનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
નવી દિલ્હી: 15 દિવસ સેના સાથે ટ્રેનિંગ પૂર્ણ કર્યાં બાદ ભારતીય ટીમનો અનુભવી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની બદલાયેલો જોવા મળ્યો હતો. ધોની આર્મી ઓફિસર મોડમાં જ જોવા મળી રહ્યો છે. તેનો મૂડ અને લૂક હાલમાં તેણે કરાવેલા હેરકટ પછીનો જ છે.
આર્મી સાથે ટ્રેનિંગ લઈને પરત આવેલ ધોનીએ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. સેના સાથે ટ્રેનિંગ બાદ તેનો પહેલો લૂક સામે આવ્યો છે. ધોનીની હેર સ્ટાઈલની તસવીર સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ સપના મોતી ભવનાનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ ઉપરાંત સપનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ધોનીના હેરકટનો વીડિયો પણ શેર કર્યો છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાહકોને એ જાણવાની ઉત્સુકતા છે કે ધોની પોતે જણાવી કે આર્મી સાથે રહીને તેણે શું-શું કર્યું અને શું શીખ્યો.
મહેન્દ્રસિંહ ધોનીના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઈન્ડિયન આઈડલ ફેમ મીયાંગ ચાંગે પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી કે, કેપ્ટન સાહેબ પરત આવી ગયા, નમસ્કાર..!View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion