Rafael Nadal in French Open Final: સ્પેનના રાફેલ નડાલ (Rafael Nadal)ની ગણતરીર ટેનિગ જગતના દિગ્ગજોમાં થાય છે. તે 14મી વાર ફ્રેન્ચ ઓપન (French Open)ની ફાઇનલમાં પહોંચવામા સફળ થયો છે. રાફેલ નડાલ (Rafael Nadal)એ આ મુકામ પોતાના 36મા જન્મદિવસ પર મેળવ્યો છે. હાલમાં તેને જે રીતે આ મુકામ હાંસલ કર્યો છે તેનાથી તેને વધારે આનંદ નથી થયો, કેમ કે સેમિફાઇનલમાં તેના વિપક્ષી ખેલાડી એલેક્ઝેન્ડર જ્વેરેવ (Alexander Zverev) ને ઇજાના કારણે બહાર થવુ પડ્યુ છે.
પેરિસના ફિલિપ ચેટરિયર કોર્ટમાં શુક્રવારે જર્મનીના સ્ટાર ટેનિસ સ્ટાર અને ટોક્યો ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ વિજેતા એલેક્ઝેન્ડર જ્વેરેવે કોર્ટ પર રાફેલ નડાલને જબરદસ્ત ટક્કર આપી. આ દરમિયાન મેચના બીજી સેટમાં જ્વેરેવના જમણા પગમાં ઇજા થતા તે પોતાની રમતને આગળ વધારી ના શક્યો. જેના કારણે રાફેલ નડાલ આસાનીથી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો.
નડાલને આપી જોરદાર ટક્કર -
જર્મનીના જ્વેરેવે ટૉસ જીતીને નડાલને સર્વ કરવાનુ આમંત્રણ આપ્યુ. આ પછી તે નડાલની સર્વિસને તોડવામાં સફળ રહ્યો હતો. અને બીજી ગેમ બાદ તેને પોતાની સર્વિસ યથાવત રાખી. પહેલા સેટની શરૂઆતી ગેમમાં જ્વેરેવે મેચને 3-1 થી પોતાના પક્ષમાં કરી લીધી હતી. જ્યાંથી નડાલે પોતાનો કમાલ બતાવ્યો અને પહેલા સેટને 7-6થી પોતાના નામે કરી લીધો હતો.
બીજા સેટને પણ ટાય બ્રેકરમાં પહોંચાડ્યો -
બીજા સેટમાં રાફેલ નડાલ આક્રમક દેખાયો તો જ્વેરેવે પણ 21 વારના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પીયનને જબરદસ્ત ટક્કર આપી અને મેચમાં 4-2થી લીડ બનાવી લીધી. ત્યારબાદ નડાલે સંભાળીને રમતા ગેમને 6-6થી બીજી સેટને પણ ટ્રાય બ્રેકરમાં પહોંચાડી દીધો હતો.
બીજા સેટના ટાઇ બ્રેકરમાં પણ બન્ને ખેલાડીઓએ પોત પોતાનો જલવો બતાવ્યો, પરંતુ બીજા સેટની 12મી ગેમના લાસ્ટ પૉઇન્ટ પર જ્વેરેવ (Alexander Zverev)ની નશોમાં ખેંચો આવી ગઇ અને તે દુઃખથી પીડાવવા લાગ્યો. ત્યારબાદ જ્વેરેવ (Alexander Zverev) થોડાક સમય માટે બેન્ચ પર બેસી ગયો, અને બાદમાં રમત આગળ ના ચાલી અને નડાલ સીધો ફાઇનલમાં પહોંચી ગયો.
આ પણ વાંચો......
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ
મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય
EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી
Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્ય માટે કરો બચત, ભણતરથી લઈને લગ્ન સુધી મળશે મોટી રકમ
Samrat Prithviraj : અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને આ બે દેશોમાં બેન કરવામાં આવી
Nayika Devi : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતમાં કરમુક્ત જાહેર