શોધખોળ કરો
Advertisement
અંતિમ ઓવરમાં ધોનીએ કોહલીના છક્કા છોડાવી દીધા, ઉમેશ યાદવને ચોગ્ગા-છગ્ગાથી આ રીતે ધોયો, જુઓ વીડિયો
બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીએ મેચની અંતિમ ઓવર ફાસ્ટ બૉલર ઉમેશ યાદવને આપી, તેના પર ધોનીએ તાબડતોડ બેટિંગ કરી, 4, 6, 6, 2, 6 રન લીધા
નવી દિલ્હીઃ ગઇકાલ પી ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ધોની અને વિરાટ સેના વચ્ચેની ચેન્નાઇ અને બેંગ્લૉર વચ્ચેની મેચ રૉમાંચક સાબિત થઇ, જોકે, આખરે મેચમાં બેંગ્લૉરે બાજી મારી હતી. મેચમાં સતત ચઢાવ-ઉતાર બાદ ફેન્સને ધોનીની બેટિંગે આશ્ચર્યચકિત કરી દીધા. ધોનીએ મેચમાં અણનમ 48 બૉલમાં 84 રનની ઇનિંગ રમી. ચેન્નાઇ મેચમાં એક રનથી છેલ્લા બૉલે હારી ગઇ. જોકે, આ બધાની વચ્ચે છેલ્લી ઓવરમાં ધોનીએ કરેલી ચોગ્ગા-છગ્ગાની વરસાદવાળી બેટિંગે સૌને ચોંકાવી દીધા હતા.
બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીએ મેચની અંતિમ ઓવર ફાસ્ટ બૉલર ઉમેશ યાદવને આપી, તેના પર ધોનીએ તાબડતોડ બેટિંગ કરી, 4, 6, 6, 2, 6 રન લીધા. જીતવા માટે અંતિમ ઓવરમાં 6 બૉલમાં 26 રનની જરૂર હતી. ધોનીની બેટિંગને અંતિમ ઓવરનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, ધોનીની બેટિંગે કોહલીના છક્કા છોડાવી દીધા હતા.
#Dhoni Always King???????? pic.twitter.com/U5yI2pGsuu
— Jeeva (@Jeeva86412372) April 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement