શોધખોળ કરો

ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીનો દબદબો, રોનાલ્ડોને પાછળ છોડી બન્યો સૌથી લોકપ્રિય ખેલાડી

2024માં વિરાટ કોહલીની ત્રણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ આવી છે, જેને 2 કરોડથી વધુ એટલે કે 20 મિલિયન લોકોએ લાઇક્સ કરી છે

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મેદાન પર તેની બેટિંગની ચર્ચા દરેક જગ્યાએ થાય છે, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર પણ દુનિયાના મોટા સ્ટાર્સને પાછળ છોડી દેતો જોવા મળે છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ પર મળેલી લાઇક્સની દ્રષ્ટિએ કોહલીએ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ પાછળ છોડી દીધો છે.

ત્રણ પોસ્ટ, દરેક પોસ્ટ પર 20 મિલિયનથી વધુ લાઇક્સ!

2024માં વિરાટ કોહલીની ત્રણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ આવી છે, જેને 2 કરોડથી વધુ એટલે કે 20 મિલિયન લોકોએ લાઇક્સ કરી છે. આ પોસ્ટને સૌથી વધુ લાઇક્સ મળી છે, જેમાં કોહલીએ T20 વર્લ્ડ કપ જીત્યા પછીનો પોતાનો ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટને અત્યાર સુધીમાં 22 મિલિયનથી વધુ લોકોએ લાઇક્સ કરી છે.

તેણે 1 મેના રોજ તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે બીજી તસવીર પોસ્ટ કરી હતી. આ સુંદર તસવીર પણ 20 મિલિયનનો આંકડો પાર કરી ગઈ છે. ત્રીજી પોસ્ટ RCBની ઐતિહાસિક જીત વિશે હતી જેમાં ટીમે 18 વર્ષમાં પહેલીવાર IPL ટ્રોફી જીતી હતી. કોહલીએ આ ઉજવણીની એક ઝલક તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે શેર કરી અને તેને 20 મિલિયનથી વધુ લાઇક્સ પણ મળી હતી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ફક્ત બે પોસ્ટ જ આ આંકડા સુધી પહોંચી શકી

ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેણે આખી દુનિયામાં પોતાની છાપ છોડી છે, તેની બે પોસ્ટને 20 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે. એક ફોટામાં તે આઇસ પૂલમાં સ્નાન કરતો જોવા મળે છે, જે એક ચેલેન્જનો હિસ્સો હતો. બીજી પોસ્ટ ફેબ્રુઆરી 2024ની છે જેને ચાહકોએ પણ ખૂબ પસંદ કરી હતી.

જસ્ટિન બીબરની પોસ્ટ પણ ચર્ચામાં રહી

સોશિયલ મીડિયા પર ખેલાડીઓ જ નહીં, ગાયકો પણ પાછળ નથી. કેનેડિયન સિંગર જસ્ટિન બીબરનો એક ફોટો, જેમાં તે બાળકને ખભા પર લઈને ચાલતો જોવા મળે છે, તેને પણ 24 મિલિયનથી વધુ લોકોએ લાઇક કર્યો છે.

વિરાટ કોહલી પણ સોશિયલ મીડિયાનો કિંગ બની ગયો છે

રમતગમત ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરનાર વિરાટ હવે ઇન્સ્ટાગ્રામ પર પણ વિશ્વના સૌથી પ્રિય સ્ટાર્સમાંનો એક બની ગયો છે. વિજયની ખુશી હોય, કૌટુંબિક ક્ષણો હોય કે દેશનું ગૌરવ બનવાની તસવીરો હોય તેના ચાહકો દરેક પોસ્ટને દિલથી પસંદ કરી રહ્યા છે. આ રીતે કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને હરાવીને એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ
Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Embed widget