શોધખોળ કરો
વેસ્ટ ઇન્ડિઝ સામેની આજની મેચમાં મિયાંદાદનો 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલી
મિયાંદાદે 1975થી1993 વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 64 મેચ રમી છે

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી વન-ડે મેચ રમાશે. આજની મેચમાં વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદના વન-ડેમા સૌથી વધુ 1930 રનનો રેકોર્ડ તોડવાથી ફક્ત 19 રન દૂર છે. મિયાંદાદે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ અંતિમ વન-ડે મેચ 1993માં રમી હતી. મિયાંદાદે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 64 ઇનિંગ રમી હતી. જો વિરાટ 19 રન બનાવી લેશે તો તે ફક્ત 34 ઇનિંગ્સમાં આ 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દેશે. મિયાંદાદે બે વખતની વિશ્વ વિજેતા વિરુદ્ધ 64 ઇનિંગ્સમાં 1930 રન બનાવ્યા છે. જો કોહલી રવિવારે મિયાંદાદનો રેકોર્ડ તોડી દેશે તો તે આ વિક્રમ 34 ઇનિંગ્સમાં આ કામને અંજામ આપી દેશે. મિયાંદાદે 1975થી1993 વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 64 મેચ રમી છે. આ દરમિયાન તેણે 64 ઇનિંગમાં સાત વખત અણનમ રહેતા 33.85 સરેરાશથી 1930 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને 12 અડધી સદીનો સમાવેશ થાય છે.
વધુ વાંચો























