વિરાટો થોડા સમયમાં જ બ્રાઝીલની એક્ટ્રેસ ઇઝાબેલને છોડી દીધી હતી. બાદમાં તેની જોડી અનુષ્કા શર્મા સાથે જામી ગઇ હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇટાલીમાં લગ્ન કરી લીધા હતા.
2/4
તમન્ના ભાટિયા સાથે બ્રેકઅપના સમાચારના કેટલાક દિવસ જ થયા હતા ત્યારે મુંબઇમાં જૂહુ સ્થિત પીવીઆરમાં વિરાટ કોહલી બ્રાઝીલની બોલિવૂડ એક્ટ્રેસ ઇઝાબેલ લેટી સાથે જોવા મળ્યો હતો. જોકે બન્નેએ રિલેશનશીપને લઇને વાત કબુલી નહતી. ઇઝાબેલે 2013માં આવેલી ફિલ્મ 'સિક્સટીન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
3/4
વિરાટ કોહલીનું પ્રથમ અફેર બાહુબલીની એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે રહ્યું છે. તમન્ના ભાટિયા અને વિરાટ કોહલી 2012-13 દરમિયાન એક મોબાઇલ એડ માટે એક સાથે કામ કરી રહ્યાં હતા. આ દરમિયાન બન્ને નજીક આવ્યા હતા.
4/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ થયો હતો. વિરાટને ગઈકાલે 30 વર્ષ થઈ ગયા છે. ટિમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ પોતાના લવ અફેરને કારણે પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. 2017માં અનુષ્કા સાથે લગ્ન પહેલા વિરાટ કોહલીના જીવનમાં અનેક યુવતીઓ આવી હતી જોકે કોહલીએ ક્યારે પોતાના સંબંધનો ખુલીને સ્વીકાર કર્યો ન હતો.