શોધખોળ કરો
Advertisement
'પાકિસ્તાન મેં તો કુછ ભી હો શકતા હૈ', સહેવાગે કેમ માર્યો પાકિસ્તાન પર ટોણો.....
જ્યારે સહેવાગને એક સવાલ પુછવામાં આવ્યો કે, મોહમ્મદ આમીરને પણ બેન કરવામાં આવ્યો હતો, તેને વાપસી પણ કરી હતી
નવી દિલ્હીઃ પોતાના બેબાક નિવેદનોને લઇને જાણીતા ભારતીય ટીમના પૂર્વ સ્ટાર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પાકિસ્તાન પર ટોળો માર્યો છે. સહેવાગે શ્રીસંતને લઇને પુછવામાં આવેલા એક પ્રશનના જવાબમાં પાકિસ્તાનમાં કંઇપણ થઇ શકે છે, એવો જવાબ આપ્યો હતો.
ભારતીય ટીમના બૉલર શ્રીસંત પર બીસીસીઆઇ દ્વારા આજીવન બેન હટાવીને હવે સાત વર્ષનો કરી દેવામાં આવ્યો છે. શ્રીસંતે આ બાદ એક નિવેદન આપીને કહ્યું હતું કે, હું ટેસ્ટમાં મારી 100 વિકેટો પુરી કરવા વાપસી કરીશ.
શ્રીસંત પરનો બેન હટવાને લઇને સહેવાગ ખુશ છે. જ્યારે સહેવાગને એક સવાલ પુછવામાં આવ્યો કે, મોહમ્મદ આમીરને પણ બેન કરવામાં આવ્યો હતો, તેને વાપસી પણ કરી હતી. હવે શ્રીસંતની વાપસીને લઇને શું કહેવુ છે તમારે?
સહેવાગે આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, 'પાકિસ્તાન મેં તો કુછ ભી હો શકતા હૈ', આ રીતે પાકિસ્તાન પર ટોળો માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ આમીર પર 2010માં બેન લગાવવામાં આવ્યો હતો, અને 2016માં બેન હટી ગયો હતો. બાદમાં તેને પાકિસ્તાની ટીમમાં વાપસી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
ધર્મ-જ્યોતિષ
Advertisement