સેહવાગની સ્પષ્ટતા પછી ચાહકોએ લખ્યું કે, પ્રથમ ત્રણ શબ્દોએ તો મને હાર્ટ એટેક આપી દીધો હતો. અન્ય એક પ્રશંસકે લખ્યુ કે, ઓહ! એક ક્ષણ માટે મે વિચાર્યુ કે વિરાટ કોહલી રિટાયર્ડ થઇ રહ્યો છે. એક પ્રશંસકે લખ્યું કે, ભાઇ, કોઇ દિવસ હાર્ટ એટેક આપી દેશે તમારા વન લાઇનર.
2/5
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ફ્લોપ રહ્યો છે તેના કારણે સેહવાગની ટ્વિટને ઘણાં લોકોએ સાચી માની લીધી હતી. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ત્રણ ઈનિંગ્સમાં માત્ર 25 રન બનાવી ફ્લોપ રહ્યો છે. વિરાટે પ્રથમ ટેસ્ટ મેચમાં 0 તેમજ 13 રન જ્યારે બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 12 રનની ઇનિંગ રમી હતી.
3/5
સેહવાગની આ ટ્વિટના પગલે, ‘સેહવાગ શું કહેવા માંગે છે’ તેવા સવાલ પણ પૂછાવા લાગ્યા હતા. જો કે આગળની ટ્વીટમાં સેહવાગે સ્પષ્ટ કર્યુ કે તે ક્યા 'વિરાટ'ની વાત કરી રહ્યો છે. વિરેન્દ્ર સેહવાગે જંગી જહાજ આઇએનએસ વિરાટની વાત કરી હતી અને આઇએનએસ વિરાટની તસવીર પણ સાથે પોસ્ટ કરી હતી.
4/5
સેહવાગે પોતાના ટ્વીટમાં લખ્યું કે, કાલે વિરાટ રિટાયર્ડ થઇ રહ્યો છે. જૂનું જહાજ ક્યારેય મરતું નથી, તેનો આત્મા જીવતો જ રહે છે. સેહવાગે આગળ લખ્યે કે, નૌકાદળમાંથી નિવૃત્તિ લેનારા આઇએનએસ વિરાટે 30 વર્ષ સુધી સેનામાં પોતાની સેવા આપી છે. સેહવાગની આ સ્પષ્ટતાના પગલે ચાહકોને રાહત થઈ હતી.
5/5
નવી દિલ્લી: માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ધમાલ મચાવનાર વિરેન્દ્ર સેહવાગે આજે ફરી એક વાર કરોડો ક્રિકેટ ચાહકોને મોટો આંચકો આપી દીધો હતો. સેહવાગે ટ્વીટ કર્યું હતું કે ' વિરાટ નિવૃત થાય છે'. સેહવાગની આ વાંચીને કરોડો ક્રિકેટ ફેન્સ ચોકી ગયા હતા અને આ મુદ્દો તરત જ સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ બન્યો હતો.