શોધખોળ કરો
દુનિયાના સૌથી વજનદાર ક્રિકેટરે ભારત સામે કર્યું ડેબ્યૂ, વજન જાણીને ચોંકી જશો !
26 વર્ષીય રહકીમ કૉર્નવૉલ પોતાની રમત કરતા વધારે ભારે ભરખમ વજન અને કદના કારણે ચર્ચામાં રહે છે. રહકીમની ઉંચાઈ સાડે 6 ફૂટ છે અને વજન 140 કિલોગ્રામ છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝની ડૉમેસ્ટિક ક્રિકેટમાં પોતાના શાનદાર બોલિંગ અને બેટિંગના કારણે લોકપ્રિય છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના સ્પિનર ઓલરાઉન્ડર રહકીમ કોર્નવોલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું છે. રહકીમે આ સાથે વેસ્ટ ઇન્ડિઝ તરફથી ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. ભારત સામે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવાની સાથે તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વજનદાર ક્રિકેટર બની ગયો છે. આ અગાઉ સૌથી વજનદાર ખેલાડીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન વોરવિક આર્મસ્ટ્રોંગનું નામ નોંધાયેલું હતું. તે લગભગ 139 કિલોગ્રામનો હતો. આર્મસ્ટ્રોંગે 1920-1921 દરમિયાન 10 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી હતી. તે ફાસ્ટ મીડિયમ લેગ સ્પિનર ઓલરાઉન્ડર હતો.
26 વર્ષીય રહકીમ કૉર્નવૉલ પોતાની રમત કરતા વધારે ભારે ભરખમ વજન અને કદના કારણે ચર્ચામાં રહે છે. રહકીમની ઉંચાઈ સાડે 6 ફૂટ છે અને વજન 140 કિલોગ્રામ છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝની ડૉમેસ્ટિક ક્રિકેટમાં પોતાના શાનદાર બોલિંગ અને બેટિંગના કારણે લોકપ્રિય છે.
રહકીમ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે વર્ષ 2016માં ભારત પ્રવાસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ XI માટે રમતો નજર આવ્યો હતો અને ઑલરાઉન્ડર પ્રદર્શન કહ્યું હતું. તેણે બોલિંગમાં કોહલી, પૂજારા અને રહાણે જેવા ખેલાડીઓની વિકેટ ઝડપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે 41 રન પણ બનાવ્યા હતા. પ્રભાવશાળી હોવા છતાં પણ તેને પોતાના વજનના કારણે વેસ્ટ ઇન્ડિઝની રાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂ કરવામાં સમય લાગી ગયો. રહકીમે 2014માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 55 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2224 રન બનાવ્યા છે. સાથે બોલિંગમાં 260 વિકેટ ઝડપી છે. તેમણે 17 વખત ઈનિંગમાં પાંચ વિકેટ અને 2 વખત 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે.
26 વર્ષીય રહકીમ કૉર્નવૉલ પોતાની રમત કરતા વધારે ભારે ભરખમ વજન અને કદના કારણે ચર્ચામાં રહે છે. રહકીમની ઉંચાઈ સાડે 6 ફૂટ છે અને વજન 140 કિલોગ્રામ છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝની ડૉમેસ્ટિક ક્રિકેટમાં પોતાના શાનદાર બોલિંગ અને બેટિંગના કારણે લોકપ્રિય છે.
રહકીમ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે વર્ષ 2016માં ભારત પ્રવાસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ XI માટે રમતો નજર આવ્યો હતો અને ઑલરાઉન્ડર પ્રદર્શન કહ્યું હતું. તેણે બોલિંગમાં કોહલી, પૂજારા અને રહાણે જેવા ખેલાડીઓની વિકેટ ઝડપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે 41 રન પણ બનાવ્યા હતા. પ્રભાવશાળી હોવા છતાં પણ તેને પોતાના વજનના કારણે વેસ્ટ ઇન્ડિઝની રાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂ કરવામાં સમય લાગી ગયો. રહકીમે 2014માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 55 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 2224 રન બનાવ્યા છે. સાથે બોલિંગમાં 260 વિકેટ ઝડપી છે. તેમણે 17 વખત ઈનિંગમાં પાંચ વિકેટ અને 2 વખત 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. વધુ વાંચો