શોધખોળ કરો

આજે ભારત-શ્રીલંકા વચ્ચે બીજી વનડે, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

ત્રણ મેચોની સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની આગેવાની કેપ્ટન શિખર ધવન કરી રહ્યો છે,

નવી દિલ્હીઃ શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કર્યા બાદ આજે ભારતીય ટીમ બીજી વનડે મેચ રમવા મેદાનમાં ઉતરશે. ત્રણ મેચોની સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની આગેવાની કેપ્ટન શિખર ધવન કરી રહ્યો છે, અને કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યાં છે. ખાસ વાત છે કે પ્રથમ વનડેમાં શાનદાર પરફોર્મન્સ બાદ ટીમ ઇન્ડિયા આજની મેચ જીતીને સીરીઝ કબ્જે કરવા પ્રયાસ કરશે. 

પ્રથમ વનડેમાં યુવા ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યુ, બૉલિંગમાં સ્પીડન જોડી કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે શ્રીલંકાને માત આપી, અને બેટિંગમાં યુવા ખેલાડીઓ પૃથ્વી શૉ અને ઇશાન કિશને શ્રીલંકન બૉલરોને જબરદસ્ત રીતે ધોયા હતા. જોકે, કેપ્ટન શિખર ધવને પણ ટીમને યોગ્ય સંતુલન આપવા શાનદાર ઇનિંગ રમી હતી. 

ક્યાં ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે બીજી વનડેનુ લાઇવ ટેલિકાસ્ટ-
સોની સ્પોર્ટ ટૂ ભારત વિરુદ્ધ શ્રીલંકા વનડે સીરીઝનુ પ્રસારણ ભારતમાં કરશે. સીરીઝની બીજી વનડે મેચ સોની ટેન 2 અને સોની ટેન 2 એચડી ચેનલ પર જોઇ શકાય છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી વનડે મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ લિપ એપ પર જોઇ શકાશે. 

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે મેચ 20 જુલાઇ 2021ના દિવસે શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.

બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ-
ભારતીય ટીમ- 
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપકેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા.

નેટ બૉલરો- ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઇ કિશોર, સિમરજીત સિંહ.

શ્રીલંકન ટીમ- 
દાસુન શનાકા (કેપ્ટન) ધનંજય ડી સિલ્વા (ઉપકેપ્ટન), આવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, પથુમ નિસંકા, ચરિત અસલંકા, વનિન્દુ હસરંગા, આશેન બંડારા, મિનોદ ભાનુકા, લાહિરુ ઉદાના, રમેશ મેન્ડિસ, ચમિકા કુરણારત્ને, દુષ્મંથા ચનેરા, લક્ષન સંદાકન, અકિલા ધનંજય, શિરન ફર્નાન્ડો, ધનંજય લક્ષણ, ઇશાન જયરત્ને, પ્રવિણ જયવિક્રેતા, અસિતાર ફર્નાન્ડો, કસુન રજિતા, લાહિરુ કુમારા, ઇસુરુ ઉદાના.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget