શોધખોળ કરો
Advertisement
ખોટી આદતોને કારણે આ ખેલાડીની ટીમમાંથી થઈ હતી હકાલપટ્ટી?
નવી દિલ્હીઃ થોડા સમય પહેલા જ ટીમ ઇન્ડિયાના 18 વર્ષના બેટ્સમેન પૃથ્વી શોની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પોતોના ડેબ્યૂ મેચમાં સેન્ચુરી ફટકારનાર શોએ સાબિત પણ કર્યું કે તેના પર કરવામાં આવેલ વિશ્વાસ કેટલો સાચો છે. ત્યાર બાદ તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટ પસંદ કરવામાં આવ્યા. એડિલેડ ટેસ્ટ પહેલા તેને ઈજા થઈ અને તે ઘાયલ થઈ ગાય. પર્થના બીજી ટેસ્ટમાં પણ તે ફિટ ન હોવાને કારણે તેને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. જોકે ટીમમાંથી પૃથ્વી શોના બહાર રહેવાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે.
મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે હાલમાં જ પૃથ્વી શો એ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરીને કાઉન્સિલિંગ લીધી હતી. અંડર-19 વર્લ્ડ કપ વિજેતા સુકાનીને સચિનના કાઉન્સિલિંગની જરૂર કેમ પડી તેના વિશે આ રિપોર્ટમાં જણાવ્યું છે. જે ભારતીય ક્રિકેટ માટે ઘણું ચિંતાજનક છે.
ઓસ્ટ્રેલિયામાં ઈજા થવી તે જ રમતથી દૂર રહેવાનું એકમાત્ર કારણ ન હતું. રિપોર્ટ પ્રમાણે પૃથ્વી શો પોતાની ઈજામાંથી પરત ફરવા માટે ઇમાનદારીથી પ્રયત્ન કરી રહ્યો ન હતો અને તેને કેટલીક એવી ખરાબ આદતો પણ લાગી ગઈ હતી. જેને ક્રિકેટમાં ઘણી ખરાબ માનવામાં આવે છે.
ભારતીય ક્રિકેટના યુવા સ્ટારને ભટકવાથી બચાવવા માટે સચિન તેંડુલકર સામે આવ્યો છે. સચિને પૃથ્વીને મુંબઈના બાંદ્રામાં પોતાના ઘરે બોલાવીને સમજાવ્યો હતો કે કેવી રીતે ક્રિકેટના મેદાનની બહાર પણ પોતાને સંભાળી રાખવો જરૂરી છે. સચિનની જેમ પૃથ્વી પણ મુંબઈનો જ ખેલાડી છે અને સચિન તેની બેટિંગને શરૂઆતથી જ ફોલો કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement