શોધખોળ કરો
World cup: ઇંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું, જો રૂટની સદી
વેસ્ટ ઈન્ડિઝ સામે જો રૂટે શાનદાર સદી ફટકારી હતી આ સદી સાથે વનડેમાં પોતાની 16મી અને વર્લ્ડકપમાં ત્રીજી સદી ફટકારી હતી.

નવી દિલ્હીઃ સાઉથેમ્પ્ટનમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું હતું. જો રૂટે શાનદાર (100) સદી ફટકારી હતી. તે સિવાય જોની બેયરસ્ટો(45) અને ક્રિસ વોક્સ (40) રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શેનોન ગેબ્રિયલે બે વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપની 19મી મેચમાં શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 44.4 ઓવરમાં 212 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. 213 રનના લક્ષ્યાંકના પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 33.1 ઓવરમાં બે વિકેટ ગુમાવી જીત હાંસલ કરી લીધી હતી. જો રૂટે વનડેમાં પોતાની 16મી અને વર્લ્ડકપમાં ત્રીજી સદી ફટકારી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી પૂરને 56 બૉલમાં 1 છગ્ગો અને 2 ચોગ્ગા સાથે અડધી સદી(63) ફટકારી હતી. જ્યારે હેટમાયર 39 રન, ગેઈલ 36 અને રસેલે 21 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી જોફરા આર્ચર અને માર્ક વૂડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે જો રૂટ બે અને ક્રિસ વોકેસ અને પ્લટકેટે એક-એક વિકેટ ઝડપી હતી.England win by 8️⃣ wickets!
A clinical performance with bat and ball helps them overcome West Indies in Southampton. ????SCORECARD ▶️ https://t.co/HmtembPBxn#WeAreEngland pic.twitter.com/oqdKoDOGHB — Cricket World Cup (@cricketworldcup) June 14, 2019
વેસ્ટ ઇન્ડિઝની ટીમ વર્લ્ડકપમાં 4 મેચ રમી ચૂકી છે, જેમાં પાકિસ્તાન સામે જીત અને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે હારી હતી. અને એક મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. ઇંગ્લેન્ડ ટીમની વાત કરીએ તો, ઇંગ્લેન્ડ પણ 4 મેચમાંથી સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી છે અને પાકિસ્તાન સામે હારી ચૂક્યુ છે.ROOOOOOOOT!
Joe Root becomes the first Englishman to score three World Cup hundreds ???? pic.twitter.com/TTfMjEwEMS — Cricket World Cup (@cricketworldcup) June 14, 2019
વધુ વાંચો























