શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: આ કારણે ભારતીય ટીમમાંથી પંતનું પત્તુ કપાયું ને કાર્તિકની થઈ પસંદગી, જાણો વિગત

ટીમમાં બીજા વિકેટકિપર તરીકે સ્થાન મેળવવા દિનેશ કાર્તિક અને રિષભ પંત વચ્ચે સ્પર્ધા હતી. જોકે આખરે દિનેશ કાર્તિકનો અનુભવ પંત પર ભારે પડ્યો હતો.

નવી દિલ્હીઃ 12મા આઈસીસી વર્લ્ડ કપ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઈમાં સોમવારે ક્રિકેટના મહાકુંભ માટે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર થઈ હતી. ટીમમાં બીજા વિકેટકિપર તરીકે સ્થાન મેળવવા દિનેશ કાર્તિક અને રિષભ પંત વચ્ચે સ્પર્ધા હતી. જોકે આખરે દિનેશ કાર્તિકનો અનુભવ પંત પર ભારે પડ્યો હતો. કેમ કાર્તિકની થઈ પસંદગી ? બીસીસીઆઈની પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે કહ્યું કે, ‘મહત્વની મેચોમાં વિકટકિપિંગના અનુભવના કારણે કાર્તિકની પસંદગી કરવામાં આવી છે. તેની સારી વિકેટકિપિંગના કારણે રિષભ પંત ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. વિકેટકિપિંગ પણ ઘણું મહત્વનું છે. આ કારણે અમે કાર્તિકની પસંદગી કરી, નહીંતર પંત પણ ટીમમાં હોત.’ ઉલ્લેખનીય છે કે કાર્તિક એક અનુભવી બેટ્સમેન માનવામાં આવે છે, જે વિશ્વકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં શાંત રહેવા સક્ષમ છે. આ કારણે વિજય શંકરને મળ્યો મોકો વિજય શંકરની પસંદગીને લઇ પ્રસાદે કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ અમે મધ્ય ક્રમમાં અનેક ખેલાડીઓ અજમાવ્યા. દિનેશ કાર્તિક, અંબાતી રાયડૂ, મનીષ પાંડે પણ પરંતુ વિજય શંકર બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે. જો ઇંગ્લેન્ડની પરિસ્થિતિ તેના પક્ષમાં હોય તો ઘણો મહત્વનો રોલ ભજવી શકે છે. તે એક સારો બોલર પણ છે. વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની અંતિમ તારીખ 23 એપ્રિલ હતી, પરંતુ બીસીસીઆઈએ આઠ દિવસ પહેલા જ ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડકપ 2019 ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઇ સુધી રમાશે. ઓપનરઃ રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ મિડલ ઓર્ડરઃ વિરાટ કોહલી, કેદાર જાધવ વિકેટકિપરઃ એમએસ ધોની, દિનેશ કાર્તિક ઓલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, વિજય શંકર સ્પિન બોલરઃ યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન માત્ર 9 વનડે રમેલા આ ખેલાડીને લાગી લૉટરી, વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં મળ્યુ સ્થાન, જાણો વિગતે વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયા જાહેર, 15 સભ્યોની ટીમમાં 3 ગુજરાતીઓને મળ્યુ સ્થાન, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

Embed widget