શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાનો આ સ્ટાર ક્રિકેટર ગર્લફ્રેન્ડને લાઇવ ઇન્ટરવ્યૂ આપતો હતો ને યુવરાજે લગ્ન માટે ઉડાવી મજાક, પછી શું થયુ, જુઓ વીડિયો
ગ્લૉબલ ટી20 ટૂર્નામેન્ટમાં મેદાન પર ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યાં છે, તે સમયનો આ વીડિયો છે. જેમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેન કટિંગનો તેની ગર્લફ્રેન્ડ ઇન્ટરવ્યૂ લઇ રહી છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમનો પૂર્વ સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ હાલમાં કેનેડા ગ્લૉબલ ટી20 લીગ રમી રહ્યો છે. યુવરાજ સિંહ ક્રિકેટની સાથે સાથે મજાક મસ્તી કરવા માટે પણ જાણીતો છે. ક્રિકેટ સિવાયના સમયમાં તે પોતાના સાથી ક્રિકેટરો સાથે ખુબ મસ્તી મજાક કરતો જોવા મળે છે, તેના આવા અનેક વીડિયો પણ વાયરલ થયા છે. હવે વધુ એક મસ્તીભર્યો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેન કટિંગ અને તેને ગર્લફ્રેન્ડ લગ્ન માટે મજાક ઉડાવતો દેખાઇ રહ્યો છે.
ખરેખર, ગ્લૉબલ ટી20 ટૂર્નામેન્ટમાં મેદાન પર ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યાં છે, તે સમયનો આ વીડિયો છે. જેમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેન કટિંગનો તેની ગર્લફ્રેન્ડ ઇન્ટરવ્યૂ લઇ રહી છે.
શનિવારે ટોરેન્ટો નેશનલ અને એડમૉન્ટન રૉયલ્સ વચ્ચે મેચ રમાવવાની હતી, પણ વરસાદના કારણે રોકવી પડી હતી. આ દરમિયાન બેન કટિંગને તેને ગર્લફ્રેન્ડ એરિન હોલેન્ડ ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે. ઇન્ટરવ્યૂની શરૂઆત થતાં જ પાછળથી યુવરાજ સિંહ આવીને મજાકભર્યા મૂડમાં કહે છે કે, તમે બન્ને લગ્ન ક્યારે કરો છો, સમય વીતી રહ્યો છે. આ પ્રશ્ન સાંભળીને બેન કટિંગ અને ગર્લફ્રેન્ડ એરિન પણ હસવા માંડે છે. એરિને જવાબમાં કહે છે કે તમને જરૂર બોલાવીશું લગ્નમાં...
When @YUVSTRONG12 crashed an interview and asked the most important question to @Cuttsy31 and @erinvholland! ???????????? HOWZZAT?#GT2019 #ERvsTN #YuvrajSingh #Canada #Brampton pic.twitter.com/l5rqONTki2
— GT20 Canada (@GT20Canada) July 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement