શોધખોળ કરો
Advertisement
iPhone 12 બાદ હવે iPhone 13 સીરીઝની ચર્ચા શરૂ, જાણો આ વખતે સ્માર્ટફોનમાં શું હશે ખાસ
રિપોર્ટ અનુસાર આઈફોન 13માં નોચની સાઈઝ ઓછી કરવામાં આવી શકે છે, જેનાથી સ્ક્રીનની સાઈઝ વધશે. જ્યારે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું.
iPhone 12 સીરીઝ બાદ iPhone 13 સીરીઝની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે તેને લઈને હવે વિગતો પણ સામે આવી રહી છે. એક લેટેસ્ટ અહેવાલ અનુસાર iPhone 13 અંતર્ગત ચાર મોડલ લોન્ચ કરવામાં આવશે. જોકે કંપની હાલમાં તેને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આવું હશે ડિસ્પ્લે
એક રિપોર્ટ અનુસાર એપલ iPhone 13 સીરીઝ અંતર્ગત iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Maxને આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. iPhone 13 Miniમાં 60Hz રિફ્રેશ રેટની સાથે 5.4 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી શેક છે. જ્યારે જ્યારે iPhone 13માં 6.1 ઇંચની ડિસ્પ્લે હોઈ શકે છે. યૂઝર્સને iPhone 13 Proમાં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે અને iPhone 13 Pro Max માં 6.7 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. બન્નેની સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટની સાથે આવશે.
ઓછી હશે નોચની સાઈઝ
રિપોર્ટ અનુસાર આઈફોન 13માં નોચની સાઈઝ ઓછી કરવામાં આવી શકે છે, જેનાથી સ્ક્રીનની સાઈઝ વધશે. જ્યારે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે નોચની સાઈઝ આઈફોન 13માં ઓછી કરવામાં આવશે કે પછી તમામ મોડલ્સમાં ઓછી કરવામાં આવશે. તેના વિશે આવનારા કેટલાક સમયમાં જાણવાં મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement