શોધખોળ કરો

Apple નો પહેલો Foldable iPhone: કિંમત જાણીને હોશ ઉડી જશે! જુઓ વેરિઅન્ટ મુજબ ભાવ

એપલની 9 સપ્ટેમ્બરની મેગા ઇવેન્ટ પહેલા કંપનીના પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોનનો પ્રોમો વીડિયો અને કિંમતો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એપલનો પ્રથમ ફોલ્ડેબલ આઇફોન 'અલ્ટ્રા'ની કિંમત લીક થઈ.
  • તેનું બેઝ મોડેલ $2,299 (લગભગ ₹2,17,000)માં ઉપલબ્ધ થશે.
  • લીક થયેલ વીડિયોમાં ક્રિઝ-મુક્ત 7.8 ઇંચ ડિસ્પ્લે દર્શાવાઈ.
  • અલ્ટ્રા A20 પ્રો ચિપસેટ, અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા સાથે.

apple foldable iphone price: સ્માર્ટફોન જગતમાં એપલની નવી પ્રોડક્ટ્સ માટે હંમેશા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળતી હોય છે. તાજેતરમાં 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી એપલની વાર્ષિક ઇવેન્ટ પહેલા જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટેક જગતમાં છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી તે, એપલના સૌથી પહેલા ફોલ્ડેબલ આઇફોનની કિંમત લોન્ચ પહેલા જ લીક થઈ ગઈ છે. આઇફોનની 20મી વર્ષગાંઠ નિમિત્તે કંપની પોતાનું આ પ્રથમ ફોલ્ડેબલ ડિવાઇસ રજૂ કરી શકે છે, જેને 'આઇફોન અલ્ટ્રા' નામ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જોકે, કંપની તરફથી આ આગામી સ્માર્ટફોન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ઇવેન્ટમાં ફોલ્ડેબલ ફોન ઉપરાંત આઇફોન 18 પ્રો અને આઇફોન 18 પ્રો મેક્સ પણ લોન્ચ થઈ શકે છે. જ્યારે સ્ટાન્ડર્ડ આઇફોન 18 અને આઇફોન એર 2 આવતા વર્ષની શરૂઆતમાં બજારમાં મુકાય તેવી ધારણા છે.

આઇફોન અલ્ટ્રાની કિંમત વિશે વાત કરીએ તો, આ અત્યાર સુધીનો સૌથી મોંઘો આઇફોન સાબિત થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફોલ્ડેબલ આઇફોન મુખ્યત્વે ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. તેના બેઝ મોડેલ એટલે કે 256GB વેરિઅન્ટની શરૂઆતી કિંમત $2,299 એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે 2,17,000 રૂપિયા હોઈ શકે છે. આ ઉપરાંત, 512GB વેરિઅન્ટની કિંમત $2,499 (આશરે 2,36,000 રૂપિયા) અને સૌથી ટોપ 1TB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત $2,799 (આશરે 2,64,000 રૂપિયા) સુધી પહોંચી શકે છે.

કિંમત ઉપરાંત, આઇફોન અલ્ટ્રાનો એક કન્સેપ્ટ પ્રોમો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 'યોર ટેક ગાય' નામના એક સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમો વીડિયોમાં ફોનની આકર્ષક અને ભવિષ્યલક્ષી ડિઝાઇન સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમાં આપવામાં આવેલ કેમેરા મોડ્યુલ સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8 ને મળતું આવે છે, પરંતુ તેમાં કેમેરા ઊભા રાખવાને બદલે આડા ગોઠવવામાં આવ્યા છે. ફોનની ચારેય બાજુઓ ગોળાકાર ખૂણાઓથી સજ્જ છે, અને આગળના ભાગમાં શાનદાર લિક્વિડ ડિઝાઇન ડિસ્પ્લે આપવામાં આવી છે.

ડિઝાઇનની અન્ય ખાસિયતોની વાત કરીએ તો, આઇફોન અલ્ટ્રાની ડિસ્પ્લેમાં અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરાની સુવિધા જોવા મળે છે, જેના કારણે કેમેરા માટે કોઈ અલગ જગ્યા કે નૉચ જોવા મળતી નથી. ફોનની જમણી બાજુએ પાવર બટન અને ઉપરના ભાગે વોલ્યુમ કી ગોઠવવામાં આવી છે. આ ફોલ્ડેબલ ડિસ્પ્લેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ફોલ્ડ કરવાથી કોઈ ક્રીઝ (કરચલી) જોવા મળતી નથી અને બંને હિન્જ વચ્ચે કોઈ જ ગેપ રહેતો નથી. આ ઉપરાંત, આ ડિવાઇસ 7.8 ઇંચની મુખ્ય ફોલ્ડેબલ ડિસ્પ્લે સાથે આવશે અને તેમાં એપલની અત્યાધુનિક A20 Pro ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. પાવર બેકઅપ માટે તેમાં ડ્યુઅલ બેટરી સેલ અને ચાર્જિંગ માટે એક USB ટાઇપ-C પોર્ટ તેમજ તળિયે બે સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે.

Frequently Asked Questions

એપલના પહેલા ફોલ્ડેબલ આઇફોનનું નામ શું હોઈ શકે છે અને તે ક્યારે રજૂ થઈ શકે છે?

એપલના પહેલા ફોલ્ડેબલ આઇફોનને 'આઇફોન અલ્ટ્રા' નામ આપવામાં આવે તેવી શક્યતા છે. તે 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી એપલની વાર્ષિક ઇવેન્ટમાં રજૂ થઈ શકે છે.

'આઇફોન અલ્ટ્રા'ની અનુમાનિત કિંમત કેટલી હોઈ શકે છે?

રિપોર્ટ્સ મુજબ, 'આઇફોન અલ્ટ્રા'ના 256GB મોડેલની શરૂઆતી કિંમત $2,299 (આશરે ₹2,17,000) હોઈ શકે છે. 1TB વેરિઅન્ટ $2,799 (આશરે ₹2,64,000) સુધી પહોંચી શકે છે.

'આઇફોન અલ્ટ્રા'ની ડિઝાઇનની મુખ્ય વિશેષતાઓ શું છે?

તેમાં અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા, ગોળાકાર ખૂણાઓ અને લિક્વિડ ડિઝાઇન ડિસ્પ્લે હશે. ફોલ્ડ કરવાથી કોઈ ક્રીઝ કે હિન્જ વચ્ચે ગેપ જોવા મળશે નહીં.

આઇફોન અલ્ટ્રામાં કઈ મુખ્ય વિશિષ્ટતાઓ અપેક્ષિત છે?

આ ડિવાઇસમાં 7.8 ઇંચની ફોલ્ડેબલ ડિસ્પ્લે, Apple A20 Pro ચિપસેટ, ડ્યુઅલ બેટરી સેલ અને USB ટાઇપ-C પોર્ટ આપવામાં આવશે.

Advertisement

ટોપ સ્ટોરી

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Advertisement

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget