શોધખોળ કરો

9 સપ્ટેમ્બરે Appleનો પહેલો ફોલ્ડેબલ iPhone થઈ શકે છે લોન્ચ, જાણો ફીચર્સ, કિંમત

Appleના નવા પ્રોડક્ટ્સને લઈને યુઝર્સમાં ચર્ચા વધી રહી છે. કંપનીએ પોતાના મોટા લોન્ચ ઇવેન્ટની તારીખ નક્કી કરી દીધી છે. દુનિયાભરમાં મોકલવામાં આવેલા ઇનવિટેશનમાં “Surprise and shine” ટેગલાઇન આપવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Apple 9 સપ્ટેમ્બરે ઇવેન્ટ યોજશે, ફોલ્ડેબલ iPhoneની અપેક્ષા.
  • ચાઈનીઝ આમંત્રણમાં 'unfolds' શબ્દ ફોલ્ડેબલ ફોનનો સંકેત મળ્યો.
  • John Ternusના નેતૃત્વમાં આ પહેલો મોટો iPhone લોન્ચ ઇવેન્ટ.
  • ફોલ્ડેબલ iPhone ₹1.91 લાખથી શરૂ થવાની શક્યતા.

Appleના ફોલ્ડેબલ iPhoneની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. હવે આ રાહ પૂરી થવાની નજીક હોય તેવું લાગી રહ્યું છે. Appleએ પોતાના વાર્ષિક લોન્ચ ઇવેન્ટની તારીખ જાહેર કરી છે. કંપની 9 સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના ક્યુપરટિનો સ્થિત Steve Jobs Theaterમાં મોટું ઇવેન્ટ યોજશે. આ વખતે ઇવેન્ટ એટલા માટે પણ ખાસ છે કારણ કે કંપનીનો પહેલો ફોલ્ડેબલ iPhone લોન્ચ થવાની ચર્ચા તેજ બની છે. આ John Ternusના નેતૃત્વમાં યોજાનાર પહેલો મોટો iPhone લોન્ચ ઇવેન્ટ હશે.

ચાઇનીઝ ઇનવિટેશને વધાર્યું ફોલ્ડેબલ iPhoneનું સસ્પેન્સ

Appleએ હજુ સ્પષ્ટ કર્યું નથી કે, 9 સપ્ટેમ્બરના ઇવેન્ટમાં કયા-કયા ડિવાઇસ લોન્ચ કરવામાં આવશે. દુનિયાભરમાં મોકલવામાં આવેલા ઇનવિટેશનમાં “Surprise and shine” ટેગલાઇન આપવામાં આવી છે. જોકે, Appleની ચાઇનીઝ વેબસાઇટ પર શેર કરવામાં આવેલા ઇવેન્ટ ઇનવિટેશનમાં અલગ સંદેશ જોવા મળ્યો છે.

ચાઇનીઝ ઇનવિટેશનનો અનુવાદ “A new chapter unfolds, dazzling and brilliant” કરવામાં આવ્યો છે. તેમાં આવેલા “unfolds” શબ્દે ફોલ્ડેબલ iPhone અંગેની ચર્ચાને વધુ વેગ આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ Appleના પહેલા ફોલ્ડેબલ iPhone તરફ સંકેત હોઈ શકે છે.

John Ternusની આગેવાનીમાં પહેલો મોટો લોન્ચ

આ ઇવેન્ટના થોડા દિવસો પહેલાં Appleમાં મોટો ફેરફાર થવાનો છે. John Ternus 1 સપ્ટેમ્બરે સત્તાવાર રીતે Appleના CEOનું પદ સંભાળશે અને Tim Cookનું સ્થાન લેશે. Tim Cook ત્યારબાદ Executive Chairmanની ભૂમિકા નિભાવશે.

આ સ્થિતિમાં 9 સપ્ટેમ્બરનું ઇવેન્ટ Ternusના નેતૃત્વમાં Appleનું પહેલું મોટું iPhone લોન્ચ હશે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કંપનીનો પહેલો ફોલ્ડેબલ iPhone iPhone Ultra નામથી આવી શકે છે.

iPhone 18 Proથી લઈને Foldable iPhone સુધી

9 સપ્ટેમ્બરના ઇવેન્ટમાં Apple iPhone 18 Pro અને iPhone 18 Pro Max લોન્ચ કરે તેવી અપેક્ષા છે. બંને મોડલમાં મોટા ફેરફારોની જગ્યાએ કેટલાક સામાન્ય અપગ્રેડ મળવાની ચર્ચા છે.

જોકે, સ્ટાન્ડર્ડ iPhone 18 આ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં નહીં આવે. રિપોર્ટ્સ અનુસાર, iPhone 18, iPhone 18e અને iPhone Air 2ને 2027ના પ્રથમ છ મહિનામાં રજૂ કરવામાં આવી શકે છે.

કેવો હોઈ શકે પહેલો Foldable iPhone?

રિપોર્ટ્સ અનુસાર, Appleના ફોલ્ડેબલ ફોનમાં બુક-સ્ટાઇલ ડિઝાઇન આપવામાં આવી શકે છે. તેમાં લગભગ 7.8 ઇંચની ઇન્ટરનલ ડિસ્પ્લે અને લગભગ 5.5 ઇંચની બહારની સ્ક્રીન હોવાની અપેક્ષા છે.

ઇન્ટરનલ સ્ક્રીન પર અંડર-ડિસ્પ્લે કેમેરા અને બહારની ડિસ્પ્લે પર પંચ-હોલ કેમેરા મળી શકે છે. ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ-કેમેરા સેટઅપ આપવામાં આવે તેવી પણ ચર્ચા છે.

કેટલાક રિપોર્ટ્સમાં Touch IDની વાપસીની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. શરૂઆતના અનુમાનો અનુસાર, આ ફોલ્ડેબલ iPhoneની કિંમત લગભગ 2,000 ડોલર એટલે કે આશરે ₹1.91 લાખથી શરૂ થઈ શકે છે.

Frequently Asked Questions

Appleનો આગામી લોન્ચ ઇવેન્ટ ક્યારે અને શા માટે ખાસ છે?

Apple 9 સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના ક્યુપરટિનોમાં એક ઇવેન્ટ યોજશે. આ ઇવેન્ટ કંપનીનો પહેલો ફોલ્ડેબલ iPhone લોન્ચ થવાની ચર્ચાને કારણે ખાસ બની છે.

Appleના ચાઇનીઝ ઇનવિટેશનમાં ફોલ્ડેબલ iPhone અંગે કયો સંકેત હતો?

ચાઇનીઝ ઇનવિટેશનનો અનુવાદ

આ ઇવેન્ટ Appleના નેતૃત્વ માટે શા માટે મહત્વપૂર્ણ છે?

આ ઇવેન્ટ John Ternusના નેતૃત્વ હેઠળ Appleનો પહેલો મોટો iPhone લોન્ચ હશે. તેઓ 1 સપ્ટેમ્બરથી Appleના CEOનું પદ સંભાળશે અને Tim Cookનું સ્થાન લેશે.

સંભવિત ફોલ્ડેબલ iPhoneની ડિઝાઇન અને સ્ક્રીન વિશે શું અપેક્ષા છે?

તેમાં બુક-સ્ટાઇલ ડિઝાઇન, લગભગ 7.8 ઇંચની ઇન્ટરનલ અને 5.5 ઇંચની એક્સટર્નલ સ્ક્રીન હોઈ શકે છે. આંતરિક સ્ક્રીન પર અંડર-ડિસ્પ્લે કેમેરાની અપેક્ષા છે.

Advertisement

ટોપ સ્ટોરી

1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Redmi K100 Launch: 10,000mAh જમ્બો બેટરી સાથે નવો ફોન લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ
Redmi K100 Launch: 10,000mAh જમ્બો બેટરી સાથે નવો ફોન લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ
WhatsApp પર ફક્ત ‘NO’ લખતાં ખાતું ખાલી! OTP વગર સ્કેમર્સ કેવી રીતે લૂંટે છે?
WhatsApp પર ફક્ત ‘NO’ લખતાં ખાતું ખાલી! OTP વગર સ્કેમર્સ કેવી રીતે લૂંટે છે?
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?
પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?
બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?
બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?
ચાંદી 50% સસ્તી, જાન્યુઆરીથી અડધી રહી ગઈ કિંમત, ખરીદવી કે રાહ જોવી?
ચાંદી 50% સસ્તી, જાન્યુઆરીથી અડધી રહી ગઈ કિંમત, ખરીદવી કે રાહ જોવી?
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Embed widget