નવી દિલ્હીઃ લગભગ એક અઠવાડિયા પહેલા, ક્વાલકૉમે સ્નેપડ્રેગન ટેક સમિટમાં 2022 ફ્લેગશિપ સ્માર્ટફોન માટે પોતાના લેટેસ્ટ ફ્લેગશિપ SoC ક્વાલકૉમ સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટને રિલીઝ કર્યુ હતુ. આ નવુ પ્રૉસેસર ઇન્ડસ્ટ્રીની લીડિંગ 4એમએમ પ્રૉસેસ ટેકનોલૉજી પર બનાવવામાં આવ્યુ છે અને આ એઆરએમવી9 આર્ટિકેક્ચર દ્વારા સંચાલિત છે. નવી ચિપસેટ પણ પોતાના પ્રીડેસેસરની સરખામણીમાં 10 ગણું વધુ ફાસ્ટ છે. આ ઉપરાંત આનુ નવુ આર્કિચેક્ચર એવુ છે કે, આમાં ઓવરહિટિંગ ઇશ્યૂ પણ નહીં આવે, જે પહેલાની ચિપસેટમાં હતા. જોકે, એક ટિપસ્ટર Ice Universe અનુસાર, કમ સે કમ Moto Edge X30ના કેસમાં એવુ નહીં થાય. 


ટિપસ્ટરે એક ટ્વીટમાં કહ્યું કે, ક્વાલકૉમ ફ્લેગશિપ ચિપસેટમાં ઓવરહિટિંગની સમસ્યા દુર નહીં છે. તેને તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવેલા Moto Edge X30નો ઉલ્લેખ કરતા કહ્યું કે, Moto ફોનમાં સ્નેપડ્રેગન 8 Gen 1ની ચરમ પરિક્ષણ બહુજ ગરમ છે. ઓરિજિનલ રીતે આનો અર્થ છે કે, ચિપસેટને કેટલાક થર્મલ થ્રૉટલિંગ મામલામાં હોઇ શકે છે, જેનાથી ચિપસેટના હિટિંગ મામલાને લઇને ચિંતા વધી શકે છે. 


Motorola Moto Edge X30 લેટેસ્ટ સ્નેપડ્રેગન 8 Gen 1 ચેપસેટની સાથે લૉન્ચ થનારો પહેલો સ્માર્ટફોન છે. સ્નેપડ્રેગન 888 અને આના ઓવરક્લૉક્ડ વર્ઝન, સ્નેપડ્રેગન 888+ બન્ને જ 5nm પર ફેબ્રિકેશન પ્રૉસેસર પર બન્યુ છે, અને આ ખુબ ગરમ થઇ જાય છે.સ્નેપડ્રેગન 8 Gen 1 SoC નાના 4nm નૉડથી બનેલુ છે, જેનો અર્થ કે ચિપસેટની અંદર બધુ થોડુ છે અને આ સાંકડુ છે. છેવટે આ ઠંડુ થવામાં મદદ નથી કરતુ અને જો આના પર હાઇ ઇન્ટેન્સિવ ટાસ્ક કરે છે જેમાં લાંબા સમય સુધી ગેમિંગ કે વીડિયો રેકોર્ડિંગ સામેલ છે.


તાજેતરમાં જ બન્ને જ એન્ડ્રોઇડ ફ્લેગશિપ સ્માર્ટફોન્સમાં થર્મલ થ્રૉટિંગ મુદ્દાઓ એક રિકરિંગ થીમ બની રહી છે. આ મુખ્ય રીતે એટલા માટે છે કેમ કે એન્ડ્રોઇડ ઓઇએમ લેટેસ્ટ પ્રૉસેસર અને સ્માર્ટફોનના અન્ય ભાગને સ્લિક બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. જોકે હજુ શરૂઆતી દિવસ છે અને હજુ સુધી કંઇપણ સ્પષ્ટ નથી થયુ. કહી શકાય છે કે, આવનારા સમયમાં ક્વાલકૉમ અને એન્ડ્રોઇડ નિર્માતા બન્ને જ આ મામલા પર ધ્યાન કેન્દ્રિત કરશે, અને પોતાના તમામ અપકમિંગ સ્માર્ટફોનમાં બેસ્ટ થર્મલ મેનેજમેન્ટ આપશે.


 


આ પણ વાંચો


કાશીમાં આજે પીએમ મોદીની 'પાઠશાળા', 12 મુખ્યમંત્રી આપશે પોતાના કામનુ રિપોર્ટ કાર્ડ, મળશે ગુડ ગવર્નન્સનો મંત્ર


બનાસકાંઠા: ઇકબાલ ગઢ નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો, કાર,ટ્રેલર અને ટ્રક એકબીજા સાથે અથડાયા, 1 વ્યક્તિનું મોત


Omicron case: કોરોનાનો વધતો જતો કેર, ગુજરાતમાં વધુ એક અને મહારાષ્ટ્રમાં નોંધાયા 2 કેસ, જાણો અન્ય રાજ્યમાં શું છે સ્થિતિ


Omicron Death Threat:ઓમિક્રોનથી એપ્રિલના અંત સુધીમાં આ દેશમાં થઇ શકે છે 75000 લોકોના મોત, વૈજ્ઞાનિકોની ચેતાવણી


ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના


જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો