શોધખોળ કરો

સાવધાન, મોબાઇલ પર આવે આવો મેસેજ તો તરત જ કરી દેજો ડિલિટ, FBIએ આપી ચેતાવણી

સ્કેમર્સે ડેટાની ચોરી કરવા અને નાણાંની છેતરપિંડી કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. અમેરિકન એજન્સી એફબીઆઈએ નવા પ્રકારના સ્મિશિંગ એટેક્સને લઈને ચેતeવણી જાહેર કરી છે.

Smishing Attack:સ્કેમર્સ ડેટા ચોરી અને નાણાકીય છેતરપિંડી માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. હવે અમેરિકન એજન્સી એફબીઆઈએ નવા પ્રકારના કૌભાંડને લઈને ચેત4વણી જાહેર કરી છે. આ પ્રકારના કૌભાંડમાં મોબાઈલ યુઝર્સને ફેક મેસેજ મળે છે. જેમાં ટોલ ટેક્સ ન ભરવા બદલ દંડની જેમ કેટલાક જુઠ્ઠાણા હોય છે. આ પછી મોબાઈલ યુઝર્સને તરત જ દંડ ભરવા માટે કહેવામાં આવે છે. મેસેજમાં આપેલી લિંક સ્પામ પેજ ખોલે છે, જ્યાંથી સ્કેમર્સ માટે યુઝરની માહિતી ચોરી કરવી સરળ બની જાય છે. આ પ્રકારના કૌભાંડને Smishing (SMS+Phishing) સ્કેમ કહેવામાં આવે છે.

 નકલી ડોમેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

અગાઉ આ કૌભાંડો માત્ર ટોલ ટેક્સના નામે નકલી મેસેજ મોકલીને શરૂ થતા હતા અને હવે સ્કેમર્સ ડિલિવરી સર્વિસ વગેરેના નામે લોકોને છેતરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, સ્કેમર્સે આ માટે 10,000 નકલી ડોમેન નોંધ્યા છે. આ વાસ્તવિક દેખાતા ડોમેન્સ સ્કેમર્સની યુક્તિ છે અને લોકો મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતાની સાથે જ અહીં પહોંચી જાય છે. મેસેજમાં લોકોને દંડથી બચવા માટે તાત્કાલિક દંડ ભરવાનું કહેવામાં આવે  છે. જો કોઈ આકસ્મિક રીતે આ લિંક પર ક્લિક કરે છે, તો તેની પાસેથી બેંક અને ક્રેડિટ કાર્ડ વગેરે વિશેની માહિતી માંગવામાં આવે છે. આ તમામ માહિતી સ્કેમર્સ સુધી પહોંચે છે, જેનાથી તેમના માટે ડેટા ચોરી તેમજ નાણાંની છેતરપિંડી કરવાનું સરળ બને છે.

 આવા કૌભાંડોથી કેવી રીતે બચવું?

એફબીઆઈનું કહેવું છે કે હાલમાં અમેરિકા અને કેનેડાના કેટલાક વિસ્તારોમાં સ્મિશિંગના કેટલાક કેસ નોંધાયા છે. આવા કૌભાંડો સામે રક્ષણ આપવા માટે, એજન્સીએ આવા કોઈપણ મેસેજને તાત્કાલિક ડિલીટ કરવાની સલાહ આપી છે. સાયબર ફ્રોડના મામલાથી બચવા માટે સાવધાની રાખવી જરૂરી છે અને લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ અજાણ્યા અથવા શંકાસ્પદ વ્યક્તિ પાસેથી મળેલી લિંક પર ક્લિક ન કરે.                                                                                      

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ
રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ
Embed widget