શોધખોળ કરો
Advertisement
Flipkart ઉપર મંગાવ્યો 93,900નો iPhone 11 Pro, બોક્સ ખોલ્યું તો......
કુશવાહાએ ફ્લિપકાર્ટ પરથી 64જીબી સ્ટોરેજવાળો iPhone 11 Pro ઓર્ડર કર્યો. તેના માટે તેણે 93,900 રૂપિયા ચૂકવવા પડ્યા.
નવી દિલ્હીઃ iPhone 11 Proમાં ત્રણ રિયર કમેરા આપવામાં આવ્યા છે. લોન્ચ બાદ લોકોએ iPhone 11 Pro પર મીમ બનાવવાનું શરૂ કર્યું. જોકે આ વખતે કંપનીએ iPhone એક્સએસની તુલનામાં ડિઝાઈનમાં કોઈ ફેરફાર નથી કર્યો માટે કેટલાક લોકોએ પોતાના iPhone એક્સએસની પાછળ ત્રણ કેમેરાના સ્ટિકર લગાવીને ફોટો પોસ્ટ કર્યા. આવો જ એક આઈફોન ફ્લિપકાર્ટે પોતાના કસ્ટમરને મોકલ્યો છે.
બેંગલુરુના રહેવાસી એક વ્યક્તિએ ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી iPhone 11 Pro ઓર્ડર કર્યો. ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર બેંગલુરુમાં એક એન્જીનિયર રાજની કાંત કુશવાહાએ ફ્લિપકાર્ટ પરથી 64જીબી સ્ટોરેજવાળો iPhone 11 Pro ઓર્ડર કર્યો. તેના માટે તેણે 93,900 રૂપિયા ચૂકવવા પડ્યા.
અહેવાલ અનુસાર રજનીકાંત કુશવાહા જ્યારે ફ્લિપકાર્ટ તરફથી iPhone 11 Proનો ઓર્ડર મળ્યો તો તેને આંચકો લાગ્યો. કારણ કે, ફ્લિપકાર્ટે તેને નકલી આઈફોન પધરાવી દીધી હતો. ફોનના બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપનું સ્ટિકર લાગેલું હતું.
બોક્સ ઓફન કર્યા બાદ પ્રથમ નજરમાં જ iPhone 11 Pro જેવો લાગે, પરંતુ ધ્યાનથી જોવા પર ખબર પડે કે, કેમેરા મોડ્યૂલની પાસે એક ફેક મોડ્યૂલ ચિપકાવવામાં આવ્યું છે.
IBTના અહેવાલ અનુસાર રજની કાંતે જણાવ્યું કે, ફોનને ઓન કર્યા બાદ તેને ખબર પડી કે આ ફોનનું સોફ્ટવેર એપલનું આઈઓએસ નથી. તેમાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન જેવા ફીચર્સ આપવામાં આવ્યા હતા.
રજનીકાંતે ફ્લિપકાર્ટને આ પેકેજ વિશે ફરિયાદ કરી તો કંપનીએ કહ્યું કે, નવું યુનિટ ટૂંકમાં જ રિપ્લેસમેન્ટ તરીકે મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ ઘટના નથી જ્યારે ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઈટે ફેક પ્રોડક્ટ ડિલિવર કરી હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement