મુંબઇઃ આજના સમયમાં ઇન્ટરનેટ વિના એક મિનીટમા પણ રહેવુ સંભવ નથી. કેમ કે આજે દરેક લોકોના હાથમાં સ્માર્ટફોન છે અને સ્માર્ટફોનમાં મોટુભાગનુ કામ ઇન્ટરનેટથી કરવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં ઓફિસ હોય કે ઘરે પણ લેપટૉપ, કૉમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટાનો લોકો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ માર્કેટમાં ટેલિકૉમ કંપનીઓ દરરોજ 1 જીબી, 1.5GB જીબી અને 2 જીબી સુધીના ડેટા પેક આપી રહી છે. આવામાં જલદી ઇન્ટરનેટ ડેટા પુરો થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે આજે અમે અહીં એવા ડેટા પ્લાન્સ વિશે બતાવી રહ્યા છીએ કે જેમાં તમને જલદી ઇન્ટરનેટ ડેટા ખતમ થવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે., જાણો 15 રૂપિયાથી ચાલુ થનારા આ પ્લાન્સમાં વિશેસ જેમાં મળી રહ્યો છે 12GB સુધી ડેટા .........
Jio 4G ડેટા વાઉચર -
રિલાયન્સ જિઓની પાસે અત્યારે કુલ ચારે ડેટા વાઉચર છે, ધ્યાન રાખો કે 4G ડેટા વાઉચર એડ -ઓન પ્લાનથી અલગ છે. જ્યારે પણ તમારો નૉર્મલ પ્રીપેડ પ્લાન ખતમ થઇ જશે, ડેટા વાઉચર પણ ખતમ થઇ જશે. જાણો આ વાઉચર વિશે......
Jio Rs 15 Voucher: રિલાયન્સ જિઓનુ 15 રૂપિયાનુ 4G ડેટા વાઉચર અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે, અને સૌથી સસ્તું 4G ડેટા વાઉચર છે. આ ડેટા વાઉચરની સાથે યૂઝર્સને 1GB ડેટા મળે છે.
Jio Rs 25 Voucher: જિઓના 25 રૂપિયાના 4G ડેટા વાઉચર 2GB ડેટાની સાથે આવે છે. આ તમને દરરોજ 2GB ડેટા ઓફર કરે છે.
Jio Rs 61 Voucher: 61 રૂપિયાના ડેટા વાઉચરની સાથે Jio 6GB ડેટા આપી રહ્યુ છે.
Jio Rs 121 Voucher: આ રિલાયન્સ જિઓનુ સૌથી મોંઘુ 4G ડેટા વાઉચર છે. આ પ્લાનની સાથે યૂઝર્સને 12GB હાઇ-સ્પીડ ડેટા મળે છે.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન ગ્રૂપમાં સામેલ થશે, જાણો શેડ્યૂલ
Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા
Corona Cases In India: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા હજાર નવા કેસ
ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે