શોધખોળ કરો

8th Pay Commission :કેન્દ્રીય કર્મચારીઓ સાવધાન, આઠમા પગાર પંચને લઈને થતાં આ વોટ્સએપ સ્કેમથી રહો સચેત

Eighth Pay Commission: ઠગ કેન્દ્રીય કર્મચારીઓને વોટ્સએપ મેસેજ મોકલી રહ્યાં છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ આઠમા પગાર પંચ હેઠળ તાત્કાલિક તેમની રિવાઝ્ડસ સેલેરીનું મુલ્યાંકન કરી શકે છે.

Eighth Pay Commission Updates:લગભગ 1 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાયબર ગુનેગારો આ આતુરતાનો  લાભ લઈને એક નવા વોટ્સએપ કૌભાંડનો ઉપયોગ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, છેતરપિંડી કરનારાઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓને વોટ્સએપ સંદેશા મોકલી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેઓ આઠમા પગાર પંચ હેઠળ તેમના સુધારેલા પગારનું તાત્કાલિક મૂલ્યાંકન કરી શકે છે. તેઓ એક લિંક  મોકલે  કરે છે, જે પછી તેમને તેના પર ક્લિક કરવા અને APK ફાઇલ ડાઉનલોડ કરવા માટે સંકેત આપે છે.

છેતરપિંડી કેવી રીતે થઈ રહી છે?

પહેલી નજરે, તે એક સરળ પગાર કેલ્ક્યુલેટર લાગે છે, પરંતુ વાસ્તવમાં તે માલવેરનો એક ખતરનાક ભાગ છે. એકવાર .યુઝર્સ APK ફાઇલ ડાઉનલોડ કરી લે છે, તો છેતરપિંડી કરનારાઓ તેમના મોબાઇલ ઉપકરણનો રિમોટ એક્સેસ મેળવે છે. તેઓ તમારા ફોનમાંથી સંવેદનશીલ ડેટા ચોરી શકે છે. તેઓ તેમના બેંક ખાતાઓમાંથી પૈસા ઉપાડવા માટે બેંકિંગ એપ્લિકેશનો, OTP અને પાસવર્ડ્સનો ઉપયોગ કરી શકે છે.

અધિકારીઓ ચેતવણી આપે છે કે, યુઝર્સને ઘણીવાર તરત જ ખ્યાલ આવતો નથી કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે. જ્યારે તેઓને ખબર પડે છે, ત્યારે તેમના ખાતાઓમાંથી પૈસા ઉપાડી ગયા હોય છે. 

સરકારે શું કહ્યું?

સરકારે આવા શંકાસ્પદ વોટ્સએપ સંદેશાઓ અને લિંક્સથી સાવધ રહેવા માટે જાહેર ચેતવણી જાહેર  કરી છે. આઠમા પગાર પંચ સંબંધિત કોઈપણ સત્તાવાર માહિતી ફક્ત સરકારી વેબસાઇટ અથવા અધિકૃત સ્ત્રોતો દ્વારા જ જાહેર કરવામાં આવશે.

શું કરવું અને શું ન કરવું?

કોઈપણ અજાણી લિંક્સ પર ક્લિક કરશો નહીં.
 વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત APK ફાઇલો ડાઉનલોડ કરશો નહીં.
ફક્ત ગૂગલ પ્લે સ્ટોર/એપલ એપ સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.
 કોઈની સાથે બેંકિંગ વિગતો, OTP અથવા પાસવર્ડ શેર કરશો નહીં.
જો તમને શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય, તો તાત્કાલિક બેંક અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન (1930) ને તેની જાણ કરો.
એકંદરે, આઠમા પગાર પંચની આસપાસની જિજ્ઞાસા સમજી શકાય તેવી છે, પરંતુ સાયબર ગુનેગારો આનો લાભ લઈ રહ્યા છે. શ્રેષ્ઠ બચાવ એ છે કે સતર્ક રહેવું.

ટોપ સ્ટોરી

સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget