શોધખોળ કરો

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

Cyber Fraud :  દેશમાં ઝડપથી વધી રહેલા સાયબર ગુનાઓ (Cyber Crimes) અને નકલી લોન એપ્સ (Fake Loan Apps) મારફતે થતી છેતરપિંડીને રોકવા માટે કેન્દ્ર સરકારે વ્યાપક કાર્યવાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાયબર છેતરપિંડી રોકવા 3,718 એપ્સ, લાખો સિમ બ્લોક કરાયા.
  • I4C એ ₹11,158 કરોડથી વધુની છેતરપિંડી થતી અટકાવી.
  • શંકાસ્પદ રજિસ્ટ્રીથી ₹25,698 કરોડના શંકાસ્પદ વ્યવહારો રોકાયા.

Cyber Fraud :  દેશમાં ઝડપથી વધી રહેલા સાયબર ગુનાઓ (Cyber Crimes) અને નકલી લોન એપ્સ (Fake Loan Apps) મારફતે થતી છેતરપિંડીને રોકવા માટે કેન્દ્ર સરકારે વ્યાપક કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલય (MHA) એ મંગળવારે લોકસભામાં માહિતી આપી હતી કે 30 જૂન, 2026 સુધી નકલી લોન એપ્સ સહિત કુલ 3,718 મોબાઇલ એપ્સ બ્લોક કરવામાં આવી છે. ભાજપના સાંસદ પીસી મોહનના સવાલના લેખિત જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ 15.75 લાખથી વધુ સિમ કાર્ડ અને 5.77 લાખ IMEI નંબર પણ બ્લોક કરવામાં આવ્યા છે. 

₹11,158 કરોડથી વધુની બચત

ગૃહ રાજ્યમંત્રીએ ગૃહને માહિતી આપી કે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા સંચાલિત સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CFCFRMS) એ નાણાકીય છેતરપિંડી અટકાવવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. 30 જૂન, 2026 સુધીમાં મળેલી 32.80 લાખથી વધુ ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરીને ₹11,158 કરોડથી વધુ રકમ સાયબર છેતરપિંડી કરનારાઓના હાથમાં જતા બચાવી લેવામાં આવી છે.

શંકાસ્પદ રજિસ્ટ્રી અને મ્યૂલ એકાઉન્ટ્સ પર કડક કાર્યવાહી

સાયબર ગુનેગારોને ઓળખવા અને ગેરકાયદેસર વ્યવહારોને રોકવા માટે I4Cએ 10 સપ્ટેમ્બર, 2024ના રોજ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથે મળીને 'સસ્પેક્સ રજિસ્ટ્રી' (Suspect Registry) શરૂ કરી છે. 

આ વ્યવસ્થા હેઠળ:

બેન્કો પાસેથી મળેલા 30.48 લાખથી વધુ શંકાસ્પદ ઓળખ ડેટા શેર કરવામાં આવ્યો હતો.
32.08 લાખ લેયર-1 મ્યૂલ એકાઉન્ટ્સ ઓળખવામાં આવ્યા હતા અને નાણાકીય સંસ્થાઓ સાથે વિગતો શેર કરવામાં આવી હતી.
આ દેખરેખ પદ્ધતિની મદદથી 30 જૂન, 2026 સુધીમાં ₹25,698 કરોડના શંકાસ્પદ વ્યવહારોને નકારી કાઢવામાં આવ્યા છે.

માહિતી ટેકનોલોજી કાયદા હેઠળ કાર્યવાહી

આ સમગ્ર કાર્યવાહી I4C દ્વારા માહિતી ટેકનોલોજી કાયદા 2000ની કલમ 69(A) અને કલમ 79(3)(b) હેઠળ હાથ ધરવામાં આવી હતી. વધુમાં અનધિકૃત ઓનલાઈન સામગ્રી સામે ઝડપી કાર્યવાહી માટે 'સહયોગ' પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. સરકારે એપ્રિલ 2026થી 'મની રિસ્ટોરેશન મોડ્યુલ' ને સંપૂર્ણપણે કાર્યરત કર્યું છે જેથી બેન્ક ખાતાઓને ફ્રીઝ કરવા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) અને 'ફરિયાદ નિવારણ મોડ્યુલ' દ્વારા પીડિતોના નાણાંનું ઝડપી રિફંડ સુનિશ્ચિત કરી શકાય.              

Frequently Asked Questions

સાયબર ગુનાઓ અને નકલી લોન એપ્સ રોકવા માટે સરકારે શું પગલાં લીધાં છે?

કેન્દ્ર સરકારે 30 જૂન, 2026 સુધીમાં નકલી લોન એપ્સ સહિત કુલ 3,718 મોબાઇલ એપ્સ બ્લોક કરી છે. આ ઉપરાંત, 15.75 લાખથી વધુ સિમ કાર્ડ અને 5.77 લાખ IMEI નંબર પણ બ્લોક કરવામાં આવ્યા છે.

સાયબર ફ્રોડથી નાણાકીય નુકસાન અટકાવવામાં I4Cની શું ભૂમિકા છે?

I4C દ્વારા સંચાલિત CFCFRMS એ 30 જૂન, 2026 સુધીમાં મળેલી 32.80 લાખથી વધુ ફરિયાદો પર કાર્યવાહી કરી છે. આનાથી ₹11,158 કરોડથી વધુ રકમ સાયબર છેતરપિંડી કરનારાઓના હાથમાં જતા બચાવી લેવામાં આવી છે.

'સસ્પેક્સ રજિસ્ટ્રી' શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?

'સસ્પેક્સ રજિસ્ટ્રી' એ સાયબર ગુનેગારોને ઓળખવા અને ગેરકાયદેસર વ્યવહારો રોકવા માટે બેન્કો સાથે મળીને શરૂ કરાયેલી એક વ્યવસ્થા છે. આનાથી 30.48 લાખથી વધુ શંકાસ્પદ ઓળખ ડેટા અને 32.08 લાખ મ્યૂલ એકાઉન્ટ્સ ઓળખી શકાયા છે, જેના કારણે ₹25,698 કરોડના શંકાસ્પદ વ્યવહારો નકારવામાં આવ્યા છે.

સાયબર ક્રાઇમ સામે કયા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે?

આ સમગ્ર કાર્યવાહી માહિતી ટેકનોલોજી કાયદા 2000ની કલમ 69(A) અને કલમ 79(3)(b) હેઠળ હાથ ધરવામાં આવી હતી. અનધિકૃત ઓનલાઈન સામગ્રી સામે 'સહયોગ' પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement

ટોપ સ્ટોરી

Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
Embed widget