શોધખોળ કરો

સાવધાન! આ નંબરો પરથી કૉલ આવે તો ભૂલથી પણ ના ઉપાડશો, મિનિટોમાં મહેનતના પૈસા ઉડી જશે

Whatsapp પર આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવતા કૉલથી સાવધાન રહો. આ કૉલ સ્કેમર્સના હોઈ શકે છે. ચાલો જાણીએ કે વોટ્સએપ દ્વારા આ સાયબર ઠગો યુઝર્સને કેવી રીતે શિકાર બનાવે છે.

WhatsApp Fraud: જો તમારા વોટ્સએપ પર પણ આંતરરાષ્ટ્રીય નંબરથી કૉલ આવી રહ્યા છે, તો તરત સાવધાન થઈ જાઓ નહીં તો તમે સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો. તાજેતરના મહિનાઓમાં વોટ્સએપ પર લોકો સાથે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યાં ઓનલાઈન ઠગો લોકોને આંતરરાષ્ટ્રીય નંબરથી કૉલ કરીને વધારાની કમાણી કરવા માટે પાર્ટ ટાઈમ કામની ઓફર આપી રહ્યા છે. પૈસા કમાવવાના ચક્કરમાં અત્યાર સુધીમાં ઘણા લોકો આ ફ્રોડનો શિકાર બની ચૂક્યા છે.

વોટ્સએપ પર આ કોડ્સથી સતર્ક રહો

વોટ્સએપ પર +212 અને +27 કોડથી કૉલ આવશે, જેનાથી યુઝર્સને લાગશે કે આ કૉલ મોરોક્કો અથવા સાઉથ આફ્રિકાથી આવી રહ્યા છે. પરંતુ એવું નથી. ભારતમાં જ ક્યાંક બેસીને સાયબર ઠગો તમને કૉલ કરી રહ્યા હોય છે. માહિતી મુજબ, ઇથિયોપિયા (+251), મલેશિયા (+60), ઇન્ડોનેશિયા (+62), કેન્યા (+254), વિયેતનામ (+84)થી પણ લોકોને આંતરરાષ્ટ્રીય કૉલ્સ આવી રહ્યા છે.

આ રીતે ઓળખો ફ્રોડ કૉલ્સને

યુઝર્સ જલદીથી ફ્રોડ કૉલ્સને ઓળખી શકતા નથી. ખરેખર, માત્ર અવાજ સાંભળીને એ જાણવું કે સામેવાળો સાચું બોલી રહ્યો છે કે જૂઠું, સહેલું નથી. અમે તમને આ સાયબર ઠગોની કામ કરવાની પદ્ધતિ જણાવીશું, જેના પછી કૉલ આવે ત્યારે તમે ઓળખી જશો કે આ ફ્રોડ કૉલ છે કે સાચો કૉલ છે.

સાયબર ઠગો દિવસમાં બે કે ત્રણ વાર કૉલ કરે છે. ક્યારેક બે દિવસમાં એક વાર કૉલ આવે છે. કૉલ ઉઠાવ્યા પછી સાયબર ઠગ પોતાને HR તરીકે ઓળખાવશે અને તમને પાર્ટ ટાઈમ જોબની ઓફર કરશે.

ઠગ રિવ્યુ લખવા અથવા YouTube વીડિયો લાઈક કરવાનું કહેશે. લોકોનો વિશ્વાસ જીતવા માટે ક્યારેક ઠગો તેમના ખાતામાં નાની રકમ પણ મોકલે છે. વિશ્વાસ જીત્યા પછી તમને એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવશે. પછી તમને પૈસા રોકાણ કરવા માટે કહેવામાં આવશે.

રોકાણ કર્યા પછી યુઝર પોતાના પૈસા પાછા નહીં કાઢી શકે. આવું થાય તો સમજી જાઓ કે તમે સાયબર ફ્રોડનો શિકાર બની ગયા છો. આવા ફ્રોડ્સથી બચવા માટે જો તમારા પર વારંવાર આંતરરાષ્ટ્રીય નંબરથી કૉલ આવી રહ્યા છે, તો તે નંબરને તરત જ બ્લૉક કરી દો. આવા કોઈપણ કૉલ પર વિશ્વાસ ન કરો.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
Embed widget