શોધખોળ કરો

દેશમાં સાયબર કટોકટી? 6 દિવસમાં SBI થી પોલીસ સુધી 4 મોટા એલર્ટ; શું છે ડેટા લીકની હકીકત?

SBI, રાજસ્થાન પોલીસ, eMudhra અને PHP માં સુરક્ષા ખામીઓ સર્જાતા ખળભળાટ; નિષ્ણાતોએ આપી સાવચેત રહેવાની સલાહ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SBI, રાજસ્થાન પોલીસ સહિત ૪ સંસ્થાઓ પર સાયબર હુમલા થયા.
  • SBIના ૩૮૯૭ ગ્રાહકોનો સંવેદનશીલ ડેટા ચોરાયો; રાજસ્થાન પોલીસનો પણ ભંગ.
  • eMudhra, PHP સોફ્ટવેરમાં ખામી; નાગરિકોએ સાયબર સુરક્ષા માટે સાવચેત રહેવું.

india cyber crisis alert: જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમને ફોન કરીને તમારું નામ, સરનામું કે બેંકની લોનની વિગતો ફટાફટ બોલવા લાગે, તો ગભરાઈ જવું સ્વાભાવિક છે. આજકાલ સાયબર ગઠિયાઓ લોકોના આવા જ સાચા ડેટાનો ઉપયોગ કરીને 'ડિજિટલ અરેસ્ટ' કે KYC ના નામે નિર્દોષ લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે.

તાજેતરમાં 16 થી 21 ઓક્ટોબર, 2026 વચ્ચેના માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં દેશમાં 4 મોટી સાયબર ઘટનાઓ નોંધાઈ છે. જેમાં દેશની સૌથી મોટી બેંક SBI, રાજસ્થાન પોલીસ, eMudhra અને વૈશ્વિક સોફ્ટવેર PHP નો સમાવેશ થાય છે. આ સતત બનેલી ઘટનાઓએ આપણી ડિજિટલ સિસ્ટમની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે.

SBI નો ડેટા ડાર્ક વેબ પર લીક અને રાજકીય ગરમાવો

આ સિલસિલો 16 ઓક્ટોબરના રોજ શરૂ થયો, જ્યારે 'Siriussim' નામના હેકરે ડાર્ક વેબ પર SBI નો ડેટા વેચવાનો સનસનીખેજ દાવો કર્યો. શરૂઆતમાં 3,75,000 ગ્રાહકોના ડેટાની વાત હતી, પરંતુ બાદમાં ફોરેન્સિક તપાસમાં 3,897 ગ્રાહકોનો ડેટા ચોક્કસપણે લીક થયાની પુષ્ટિ થઈ હતી.

આ લીક થયેલા ડેટામાં ગ્રાહકોના નામ, મોબાઈલ નંબર, ઈમેલ, જન્મ તારીખ અને લોન જેવી અત્યંત સંવેદનશીલ માહિતી સામેલ હતી. આ ઘટના બાદ કોંગ્રેસના નેતા પવન ખેરા સહિતના વિપક્ષે બેંકની આંતરિક સિસ્ટમ અને સરકારની જવાબદારી પર આકરા પ્રહારો કર્યા હતા.

અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બેંકે આ 3,897 ગ્રાહકોને તેમની માહિતી ચોરાઈ હોવા અંગે કોઈ સત્તાવાર જાણ કરી છે? જો ગ્રાહકને ખબર જ ન હોય કે તેનો ડેટા હેકરો પાસે છે, તો તે નાણાકીય છેતરપિંડીથી બચવા સાવચેતી કઈ રીતે રાખી શકે?

રાજસ્થાન પોલીસ અને eMudhra ની સુરક્ષામાં ગાબડું

બીજી તરફ, 'સ્કારલેટગ્રુપ' નામના એક હેકર જૂથે રાજસ્થાન પોલીસના ડેટાબેઝમાંથી 6.63 જીબી જેટલો ડેટા ચોરી લીધો હોવાનો દાવો કર્યો છે. આ ડેટામાં 70,000 ઓળખ રેકોર્ડ, FIR ની નકલો અને સાક્ષીઓના નિવેદનો સામેલ હોવાનું કહેવાય છે. જો આ દાવો સાચો સાબિત થશે તો તે તપાસની ગુપ્તતા માટે મોટો ખતરો બની શકે છે.

આ ઉપરાંત, ડિજિટલ સર્ટિફિકેટ આપતી ભારતની અગ્રણી કંપની eMudhra ના 8 આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રોની પ્રાઈવેટ કીમાં મોટી ખામી જોવા મળી હતી. CERT-In ની સૂચનાથી તેને તાત્કાલિક રદ કરવામાં આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે ભારતમાં વપરાતા સામાન્ય ડિજિટલ સિગ્નેચર (DSC) સંપૂર્ણપણે સુરક્ષિત છે.

PHP સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ખતરો

આ સાયબર સંકટ માત્ર ભારત પૂરતું સીમિત નહોતું. દુનિયાની 69 ટકા વેબસાઈટ્સ જેના પર ચાલે છે, તેવા PHP સોફ્ટવેરમાં 9.2 ના સ્કોરની ગંભીરતા ધરાવતી 2 મોટી સુરક્ષા ખામીઓ જોવા મળી હતી. જાપાન અને અમેરિકાની સાયબર સુરક્ષા એજન્સીઓએ આ અંગે કટોકટીનું એલર્ટ જાહેર કરવું પડ્યું હતું.

આજે સાયબર ગુનેગારો સુરક્ષા તોડવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો હથિયાર તરીકે બેફામ ઉપયોગ કરી રહ્યા છે. સામે પક્ષે સાયબર નિષ્ણાતો પણ સોફ્ટવેરની ખામીઓ શોધવા AI નો જ સહારો લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી અફવાઓ ફેલાઈ હતી, પરંતુ ખરેખર આ બધી અલગ-અલગ ઘટનાઓ હતી.

સામાન્ય નાગરિકોએ શું ધ્યાન રાખવું?

ભારતમાં નવો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) કાયદો આવી ગયો છે, જેમાં ડેટા લીક થાય તો કંપનીઓને 200 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. પરંતુ આ કાયદો મે 2027 માં સંપૂર્ણ રીતે લાગુ થશે. ત્યાં સુધી આપણે આપણી ડિજિટલ આદતો સુધારવી પડશે.

જો ફોન પર કોઈ અજાણ્યો વ્યક્તિ તમારી સાચી વિગતો આપે, તો પણ તેના પર વિશ્વાસ ન કરો. બેંકના કામ માટે રૂબરૂ શાખાની મુલાકાત લો. ક્યારેય તમારા OTP, UPI પિન કે પાસવર્ડ કોઈને આપશો નહીં. જો તમારી સાથે કોઈ સાયબર છેતરપિંડી થાય, તો તરત જ 1930 હેલ્પલાઈન નંબર પર કોલ કરો અથવા cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો.

Frequently Asked Questions

ભારતમાં તાજેતરમાં કઈ મોટી સાયબર ઘટનાઓ બની છે?

તાજેતરમાં 16 થી 21 ઓક્ટોબર, 2026 વચ્ચે SBI, રાજસ્થાન પોલીસ, eMudhra અને વૈશ્વિક PHP સોફ્ટવેરમાં સાયબર ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનાઓએ ડિજિટલ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

SBI ના ડેટા લીક અંગે શું માહિતી છે?

'Siriussim' નામના હેકરે ડાર્ક વેબ પર SBI ના ગ્રાહકોનો ડેટા વેચવાનો દાવો કર્યો હતો. ફોરેન્સિક તપાસમાં 3,897 ગ્રાહકોના નામ, મોબાઈલ, ઈમેલ અને લોન જેવી સંવેદનશીલ માહિતી લીક થયાની પુષ્ટિ થઈ હતી.

રાજસ્થાન પોલીસના ડેટા ભંગ અંગે શું જાણકારી છે?

'સ્કારલેટગ્રુપ' નામના હેકર જૂથે રાજસ્થાન પોલીસના ડેટાબેઝમાંથી 6.63 GB જેટલો ડેટા ચોરી લીધાનો દાવો કર્યો છે. આ ડેટામાં 70,000 ઓળખ રેકોર્ડ, FIR ની નકલો અને સાક્ષીઓના નિવેદનો સામેલ હોવાનું કહેવાય છે.

સાયબર છેતરપિંડીથી બચવા માટે સામાન્ય નાગરિકોએ શું કરવું જોઈએ?

અજાણ્યા ફોન પર વિશ્વાસ ન કરો, બેંકના કામ માટે રૂબરૂ શાખાની મુલાકાત લો. ક્યારેય તમારા OTP, UPI પિન કે પાસવર્ડ કોઈને આપશો નહીં. જો છેતરપિંડી થાય તો 1930 પર કોલ કરો.

Advertisement

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
Vav-Tharad: વાવ-થરાદના ઔદ્યોગિક વિકાસ માટે શંકર ચૌધરીની મોટી જાહેરાત, તમામ સ્ટાર્ટઅપ માટે લૉનની ગેરંટી પોતે લેશે
Vav-Tharad: વાવ-થરાદના ઔદ્યોગિક વિકાસ માટે શંકર ચૌધરીની મોટી જાહેરાત, તમામ સ્ટાર્ટઅપ માટે લૉનની ગેરંટી પોતે લેશે
દિલ્હી-NCRમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, અનેક વિસ્તારોમાં 400ની પાર પહોંચી શકે છે AQI
દિલ્હી-NCRમાં શ્વાસ લેવું બન્યું મુશ્કેલ, અનેક વિસ્તારોમાં 400ની પાર પહોંચી શકે છે AQI
New Zealand Test Squad vs India: ટેસ્ટ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ઈજા બાદ આ ત્રણ ખેલાડીઓની વાપસી
New Zealand Test Squad vs India: ટેસ્ટ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ઈજા બાદ આ ત્રણ ખેલાડીઓની વાપસી
Virat Kohli: 2027 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી નહીં લે સંન્યાસ, કૉચનો મોટો ખુલાસો
Virat Kohli: 2027 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી નહીં લે સંન્યાસ, કૉચનો મોટો ખુલાસો
Embed widget