શોધખોળ કરો
Advertisement
મેડ ઈન ઈન્ડિયા ગેમ FAU-G ગેમ આ તારીખે થશે લોન્ચ, અત્યાર સુધી થઈ ચુક્યા છે 40 લાખથી વધુ પ્રી રજિસ્ટ્રેશન
FAU-G ને PUBG Mobile ગેમના ઓપ્શન તરીકે જોવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, ગૂગલ પ્લે પર 40 લાખથી વધુ પ્રી-રજિસ્ટ્રેશ મળી ચુક્યા છે.
ભારતમાં FAU-G ગેમ લોન્ચ માટે ઉલટી ગણતરી શરુ થઈ ગઈ છે. FAU-G મેડ ઈન ઈન્ડિયા ગેમ છે જેને મોબાઈલ ડિવાઈસ માટે બનાવવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર FAU-G 26 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે.
ગણતંત્ર દિવસ પર લોન્ચ થવા જઈ રહેલી ગેમને લઈને ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ગેમનુ ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં પંજાબી ડાયલોગ્સ પણ સાંભળવા મળી રહ્યાં છે.
લૉન્ચ પહેલા જ 40 લાખ થી વધુ પ્રી-રજિસ્ટ્રેશન
FAU-G ને PUBG Mobile ગેમના ઓપ્શન તરીકે જોવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, ગૂગલ પ્લે પર 40 લાખથી વધુ પ્રી-રજિસ્ટ્રેશ મળી ચુક્યા છે. FAU-G ના ડેવલપ nCore એ આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગેમનું પ્રી-રજિસ્ટ્રેશન નવેમ્બરના અંતમાં શરુ કરવામાં આવ્યું હતું.
FAU-G ગેમ લોન્ચ થયા બાદ યુઝર્સ તેને સીધા એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે. સાથે જ ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. હાલમાં FAU-G ગેમની ઓફિશિય વેબસાઈટ લોન્ચ થવાની બાકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement