શોધખોળ કરો

હવે વીજળીની જેમ જ વપરાશના આધારે ચૂકવવું પડશે AIનું બિલ; આ કંપનીએ કરી દીધી શરુઆત

AI Use: થોડા દિવસો પહેલા સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે AI વીજળી જેટલું જ આવશ્યક બનશે અને લોકો તેમની જરૂરિયાતો અનુસાર તેના માટે ચૂકવણી કરશે. હવે, એન્થ્રોપિકે આ મોડેલનો અમલ શરૂ કરી દીધો છે. કંપની હવે વાસ્તવિક ઉપયોગની જરૂરિયાતોના આધારે ફી વસૂલશે.

AI Use: ગયા મહિને OpenAI ના CEO સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે ભવિષ્યમાં AI વીજળી-પાણી જેવી બેઝિક સર્વિસ બની જશે. લોકો તેનો ઉપયોગ કરતી વખતે વધુ વિચારશે નહીં અને તે એક એવી ઉપયોગિતા (utility) બની જશે, જેને લોકો વીજળી અને પાણીની જેમ મીટર દ્વારા ખરીદશે. તેમની આ વાત હવે સાચી થતી હોય તેમ જણાય છે. AI કંપની એન્થ્રોપિક (Anthropic) એ Claude ના પ્રાઇસિંગમાં ફેરફાર કર્યો છે. હવે કંપનીએ એન્ટરપ્રાઇઝ યુઝર્સ માટે 'પર-સીટ યુસેજ' (per-seat usage) મુજબ પૈસા લેવાનું શરૂ કર્યું છે. સાથે જ કંપનીએ API પર મળતું ડિસ્કાઉન્ટ પણ હટાવી દીધું છે.

 

હવે વપરાશ મુજબ પૈસા લેશે એન્થ્રોપિક

કંપનીના નવા એન્ટરપ્રાઇઝ પ્લાન ફિક્સ્ડ સબસ્ક્રિપ્શનની સરખામણીમાં સસ્તા છે. આનો અર્થ એ છે કે કંપનીએ પ્લાન સસ્તા કર્યા છે, પરંતુ હવે તે વપરાશ (usage) મુજબ પૈસા લેશે. કંપની પહેલા ઘણી ટેકનિકલ અને બિઝનેસ સીટ માટે દર મહિને 40 થી 200 ડોલર ચાર્જ કરતી હતી, પરંતુ હવે આવી ઘણી સીટ માટે 20 ડોલર લેવામાં આવી રહ્યા છે. હવે યુઝર્સે માસિક વપરાશ મુજબ પૈસા ચૂકવવા પડશે. સાથે જ API પર મળતું 10-15 ટકા ડિસ્કાઉન્ટ પણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

યુઝર્સ પર શું અસર પડશે?

એન્થ્રોપિકના આ નિર્ણયથી યુઝરે પોતાના વપરાશ મુજબ AI માટે પૈસા ચૂકવવા પડશે. કંપનીના પ્લાનમાં સીટ ફીનો અર્થ એ છે કે યુઝરને તેનાથી પ્લેટફોર્મનું એક્સેસ મળી જશે. ત્યારબાદ તેને ટોકન મુજબ પૈસા આપવાના રહેશે અને આ પ્રી-પેમેન્ટ હશે. એટલે કે AI નો ઉપયોગ કરતા પહેલા તેણે આ પૈસા ચૂકવવા પડશે.

રેવન્યુ તરફ જોઈ રહી છે AI કંપનીઓ

છેલ્લા કેટલાક સમયથી AI કંપનીઓ AI ના વિકાસ પર ભારે રોકાણ કરી રહી છે. ડેટા સેન્ટર સહિત અન્ય બાબતો પર આ કંપનીઓના ખર્ચ આસમાને પહોંચ્યા છે, પરંતુ તેમનો બિઝનેસ હજુ સુધી પૂરતી રેવન્યુ (આવક) જનરેટ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં હવે કંપનીઓ પૈસા કમાવવા પર પણ ધ્યાન આપી રહી છે. આ માટે રિસ્પોન્સ સાથે જાહેરાતો બતાવવા જેવા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

શું બેઝિક સર્વિસ બની જશે AI?

એન્થ્રોપિકના આ પગલા પછી ઓલ્ટમેનની તે વાત સાચી થતી દેખાય છે, જેમાં તેમણે કહ્યું હતું કે AI બેઝિક સર્વિસ બની જશે અને લોકો વીજળીની જેમ વપરાશના આધારે તેનું બિલ પે કરશે. તેમના કહેવાનો અર્થ એ હતો કે આગળ જતાં લોકો AI સર્વિસ માટે ફિક્સ પ્રાઇસ આપવાને બદલે પોતાની જરૂરિયાતની કોમ્પ્યુટિંગ પાવર મુજબ પૈસા ચૂકવશે.

ટોપ સ્ટોરી

Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ
Technolog: Vivo X500sની એન્ટ્રીની તૈયારી, મળશે આ ફ્લેગશિપ ફિચર્સ
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Embed widget