શોધખોળ કરો
Advertisement
વર્ક ફ્રૉમ હૉમ માટે આ કંપનીએ લૉન્ચ કર્યો માત્ર 100 રૂપિયા વાળો ધમાકેદાર પ્લાન, જાણો વિગતે
એરટેલ કેટલાક સિલેક્ટેડ પૉસ્ટપેડ ગ્રાહકો માટે પોતાના વર્ક ફ્રૉમ હૉમ ડેટા એડ-ઓન પ્લાનનુ ટાર્ગેટેડ એડ બેનર મોકલી રહી છે
નવી દિલ્હીઃ કોરોના લૉકડાઉનના કારણે હાલ ભારતભરમાં લાખોની સંખ્યામાં લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે, વર્ક ફ્રૉમ હૉમને ધ્યાનમાં રાખીને ટેલિકૉમ કંપની એરટેલે એક ખાસ પ્લાન માર્કેટમાં ઉતાર્યો છે. આ પ્લાનમાં લોકોની હાલની ઇન્ટરનેટ પેકની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે.
એરટેલ કેટલાક સિલેક્ટેડ પૉસ્ટપેડ ગ્રાહકો માટે પોતાના વર્ક ફ્રૉમ હૉમ ડેટા એડ-ઓન પ્લાનનુ ટાર્ગેટેડ એડ બેનર મોકલી રહી છે. કંપનીએ આ પ્લાનની કિંમત માત્ર 100 રૂપિયા રાખી છે, જેમાં 15GB ડેટા આપવામાં આવી રહ્યો છે.
હાલ, ભારતી એરટેલ દ્વારા પોતાના પૉસ્ટપેડ યૂઝર્સને બે એડ-ઓન ઓફર કરવામાં આવી રહી છે. બેસ એડ-ઓન પ્લાનની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે, આમાં ગ્રાહકોને 15GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.
વળી, બીજા 200 રૂપિયા વાળા એડ-ઓન પ્લાનમાં ગ્રાહકોને 35GB ડેટા એવેલેબલ કરાવવામાં આવી રહ્યો છે. ખાસ વાત છે કે, આ બે એડ-ઓન પ્લાનને ડેટાની વધારાની જરૂરિયાત પ્રમાણે હાલના પ્લાન સાથે યૂઝ કરી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion