શોધખોળ કરો
Advertisement
Airtel, Jio અને Vodafoneના આ છે બેસ્ટ રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા
Airtelનો 298 રૂપિયાવાળો પ્લાન ઘણો પોપ્યુલર છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
નવી દિલ્હીઃ લોકડાઉનમાં જો તમે એક એવું રિચાર્જ પ્લાન ખરીદવાની શોધમાં છો જેમાં 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ફ્રીમાં પ્રીમિયમ એકનો આનંદ ઉઠાવવા માગો છો તો અહીં અમે તમને Airtel, Jio અને Vodafoneના કેટલાક ખાસ પ્લાન વિશે જણાવી રહ્યા છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ તેના વિશે.
Airtelનો રિચાર્જ પ્લાન
Airtelનો 298 રૂપિયાવાળો પ્લાન ઘણો પોપ્યુલર છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં રોજ 2જીબી ડેટા મળે છે. ઉપરાંત તેમાં 100 એસએમએસ પણ રોજ મળે છે. કોઈપણ મેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા આ પ્લાનમાં મળે છે. ઉપરાંત ઓફર્સની વાત કરીએ તો આ પ્લાનની સાથે એરટેલ એક્સ્ટ્રીમ, ઝી5 અને વિંક મ્યૂઝિક પ્રીમિયમ એપનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.
Jioનો રિચાર્જ પ્લાન
Jioના 249 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં રોજ 2જીબી ડેટાની સાથે રોજ 100 એસએમએસ પણ મળે છે. તેમાં કોલિંગ માટે 1000 નોટ જિઓ મિનિટ અને જિયો ટૂ જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળ છે. એટલું જ નહીં આ પ્લાનની સાથે જિયો પ્રીમિયમ એપનું સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવે છે.
Vodafoneનો રિચાર્જ પ્લાન
Vodafoneનો 299 રૂપિયાવાળો પ્લાન બેસ્ટ માનવામાં આવે છે. આ પ્લાનમાં ડબલ ડેટા ઓફર કરવામાં આવે છે. રોજ 2GB+2GB ડેટા તેમાં મળે છે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનમાં વોડાફોન પ્લે અને ઝી5 જેવી પ્રીમિયમ એપ ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement