શોધખોળ કરો
Advertisement
ઘરમાં બેસીને TikTok કરતાં હોય તો સાવધાન, તમારા માટે છે ખતરનાક
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટિકટૉક એપ યૂઝર્સના પર્સનલ ડેટાની ચોરી કરી રહી છે. જેના કારણે યૂઝર્સની પ્રાઇવસી જોખમમાં મુકાઇ છે
નવી દિલ્હીઃ મોબાઇલ યૂઝર્સમાં હાલના સમયમાં જો કોઇ એપ સૌથી વધુ પૉપ્યુલર થઇ રહી હોય તો તે છે ટિકટૉક, સૌથી વધુ લોકો લૉકડાઉનમાં ટિકટૉક એપનો ઉપયોગ કરી રહ્યાં છે. હવે રિપોર્ટ છે કે આ એપ મોબાઇલ યૂઝર્સ માટે સૌથી ખતરનાક સાબિત થઇ શકે છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટિકટૉક એપ યૂઝર્સના પર્સનલ ડેટાની ચોરી કરી રહી છે. જેના કારણે યૂઝર્સની પ્રાઇવસી જોખમમાં મુકાઇ છે.
સાયબર સિક્યૂરિટી ફર્મ ચેક પૉઇન્ટના એક રિપોર્ટ પ્રમાણે ટિકટૉક એપમાં કેટલીક ખામીઓ છે, જેમાં હેકર્સ તમારા એકાઉન્ટને કન્ટ્રૉલ કરીને તેમાં રહેલા વીડિયો અને ફોનના ડેટામાં હેરફેર કરી શકે છે. રિપોર્ટમાં એવા પણ દાવો કરવામાં આવ્યો છે કે, ચીની એપ ટિકટૉક યૂઝર્સ માટે સૌથી ખતરનાક બની શકે છે.
ટિકટૉકમાં યૂઝર્સની પ્રાઇવસી જોખમમાં પડી રહી છે, આસાન શબ્દોમાં કહીએ તો જો HTTPમાં આવનારા ટ્રાફિક અનએન્ક્રિપ્ટેડ એટલે કે અસુરક્ષિત હોય તો તેને હેકર્સ આસાનીથી ટ્રેક કરી શકે છે, અને ડેટાની પણ હેરફેર કરી શકે છે. આનો સીધો અર્થ એ પણ છે કે ટિકટૉક યૂઝર્સના ડેટાનો હેકર્સ વૉચ હિસ્ટ્રી સહિત એક્સેસ કરી શકે છે.
અગાઉના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં હાલના લૉકડાઉનના સમયમાં ટુક સમયમાં સૌથી વધુ પ્રમાણમાં ડાઉનલૉડ થનારી એપ ટિકટૉક બની છે. ભારતમાં અત્યારે લગભગ 30 લોકો આ એપનો વપરાશ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement